STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

સવાલ જવાબ -૦:૦-

સવાલ જવાબ -૦:૦-

1 min
888


એક સમે શાહ દરબાર ભરી બેઠો છે. તેવામાં શાહે બીરબલને નીચે મુજબ સવાલો પુછવા લાગ્યો.

શાહ - કયો દુશ્મન કોઈથી ન જીતાય ?

બીરલબ - મોત.

શાહ - કોનું ઓસડ નહીં ?

બીરબલ - સ્વભાવનું.

શાહ - કયો માણસ સાલસ સમજવો ?

બીરલબ - જેની આંખમાં શરમ હોય તેને.

શાહ - કોણ બળવાન છે ?

બીરબલ - વખત બળવાન છે

શાહ - કેમ માણસ બળવાન નહીં વારૂ ?

બીરલબ - સાંભળો ત્યારે.

અરજુને એક વખતે આખા ભરતખંડના રાજનો રાજા થયો હતો તે એક સમે દુવારકાથી ભગવાનની રાણીઓને લઈને હસ્તિનાપુર જતાં કાબાએ તે રાણીઓને લુટી લીધી. એ વખતે પણ એના એ ધનુષ બાણ હતાં પણ કાંઈ કામમાં આવ્યા નહીં, માટે સમો બળવાન છે.

શાહ - કળયુગ ક્યાં સમજવો ?

બીરબલ - જ્યાં કુસંપ હોય ત્યાં.

શાહ - કોણ આંધળો છે ?

બીરલબ - ઈશક

શાહ - લંપટ થવામાં શું દુઃખ ?

બીરબલ - શરીરમાં વ્યાધિ વધે, અને ઈશ્વરનો ચોર થઈને નરકમાં જવું પડે.

શાહ - વગર પાદશાહીએ પાદશાહ કોણ ?

બીરલબ - બેતમાં વાળો.

બીરબલના આ હાજર જવાબો સાંભળી શાહ અને દરબાર આનંદમાં તલ્લીન બની ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Classics