STORYMIRROR

Deepa Pandya Gide

Tragedy Others Children

3  

Deepa Pandya Gide

Tragedy Others Children

સ્વાદની વ્યાખ્યા

સ્વાદની વ્યાખ્યા

3 mins
218

વ્યથા હવે શું થશે એની !.. ગમતું બધું કરી લીધું અને ભાવતું બધું ખાઈ લીધું અને હવે પેટમાં થતી ગડમથલ નથી થાતી સહન... હવે નથી થાતી સહન.

મજા કરી કરી ને ખાધેલું, માણેલું જંક ફૂડ હવે જ્યારે સજા બની બની ને વિતાડે છે ત્યારે ખબર પડે છે, કે ખાતાં તો ચસકા લઈ લઈ ને ખાધું, હવે જ્યારે પચતું નથી ત્યારે સમજાણું કે બહારનું એ બહારનું જ, અને ઘરનું એ ઘરનું. ભલે ને મસાલા ઓછાં હશે, ભલેને, તેલ નાં તડકા ઓછાં હશે, ભલેને એમાં સાત્વિકતાનાં ભરપૂર માત્રામાં ગુણ હશે, પરંતુ શારીરિક દ્રષ્ટિએ એજ ખરું અને યોગ્ય હશે..

આપણે કદાચ અજાણતાં શું નોતરી રહ્યાં છે આપણે પોતે પણ ક્યાં જાણીએ છીએ ? ! વણઆવકારેલું સામે કેટલીયે શારીરિક તકલીફો લઈને ઊભું થઈ જાય છે આપણને કયાં જાણ થાય છે.? ! કયારેક કરેલાં ચટકા, મન થઈ ગયેલાં ભસકા, આપણી જીભ પર ન રાખેલાં આપણા નિયંત્રણ ની જાણ કરાવતું હોય છે, અને ફક્ત આ જ કારણે અનેક રોગોને વગર માંગ્યે જ આમંત્રણ આપતું હોય છે.

હું અખંડ એકસરખાં સ્વાદમાં રાચવા નથી કહેતી પરંતુ આજની પીઢી ને સાચેજ ઘરનું જમણ, ઘરનાં સાદા સાત્વિક ખોરાકમાં જરાય રૂચિ રહી જ નથી, દર બે ત્રણ દિવસે એમને બહાર નું કાઈ ને કાઈ જોઈતું જ હોય છે, કેમ આપણે એ સમજવાનો ક્યારેય પ્રયત્ન કર્યો છે ? !... ના, નથી કર્યો અને કદાચ કરીને પણ કાઈ વધારે સારું પરિણામ નથી જ મેળવી શકવાનાં પરંતુ, એમાં થોડાં બદલાવ ચોક્કસ લાવી શકાય છે. કે ઘરમાંજ કાઈક ને કાઈક અલગ અલગ રીતે ઘરનાં ને ગમતી વાનગીઓનું પીરસણ

આપણાંથી કયારેક કયારેક આપી શકાય તો !?..

સંભવતઃ દરેક વખત એ શક્ય નથી હોતું, કારણ આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે પોતાનાં કે આપણાં પોતાનાઓ માટે સમય કયાં ખર્ચી શકીએ છીએ? ! પરંતુ, બન, અને બ્રેડ, જે કદાચ આપણી સંસ્કૃતિ નાં સોપાન માં હતુજ નહી, એ આપણે પરાણે લઈ આવ્યાં છે.. જેણે ભાખરી, અને રોટલી ની જગ્યા સહજરીતે લઈ લીધી છે. નૂડલ્સ તો જાણે ઘરે ઘરે અને બાળકોમાં અતિપ્રિય થઈ ગઈ છે. કેમ ભૂલાય છે કે આજીનોમોતો થી જ તો આંતરડા માં છાલ પડે છે. બ્રેડ, બન થી જ તો પાણી પીવાની તાન ચડે છે. જે શરીરની વ્યૂહરચના ને અસ્તવ્યસ્ત કરે છે.

થોડો ટેસ્ટ ફેર માટે કયારેક ખવાતી વાનગીઓ અને એજ રોજિંદી જરૂરિયાત બની જાય તો વિચારવા જેવું છે કે આ કુદરતે આપેલી અમુલ્ય શારીરિક રચના ને શું આપણે જાણી જોઈને છંછેડી બગાડવા પર નથી પડ્યા, ન જાણે બહારનો કેટલોય કચરો જે આપણે સ્વાદ લઈને પેટમાં નાખતા હોઈએ છીએ, ન ધારેલી અને નહી માંગેલી અજાણતાં જ કેટલીયે બીમારી ને નોતરી દેતા હોઈએ છીએ.

વણજોઈતી કેટલીક તકલીફો આવી ગયાં પછી, ફક્ત શરીરને નુકસાન અને રોગોનું મૂળ ઉત્પન્ન થતું હોય છે. અને જે આપણને

કાયમી દવા ભેગા કરી દેતાં હોય છે. અને પછી આપણે ન ઈચ્છતા છતા એને આધિન બની રહેવું પડતું હોય છે.

ગુજરાતી માં કહેવત છે. " ચેતતા નર સદા સુખી " .. જે ચેતી ને ચાલતું હોય તે ક્યારેય દુઃખી થતું નથી. આ કહેવત અહિયાં સંપૂર્ણ રીતે યોગ્ય ઠરે છે. કે આપણું સ્વાસ્થ્ય આપણા જ હાથમાં છે, સાચવીશું એટલુંજ સચવાશે, નહિતર જીવન ખોરવાશે..

શરીર સુખ એજ ખરું સુખ માનવામાં આવે છે. તો જંક ફૂડનું સેવન ઓછું કરવા સહું પ્રયત્ન કરીએ અને સ્વાસ્થ્યની સુખાકારીનું ધ્યાન રાખીયે..

સુંદરતા સારા સ્વાસ્થ્યથી હોય છે, રોગોને જાકારો આપવા જંકફુડનો આજેજ ત્યાગ કરીએ, અને શરીર સુખને જ સર્વસ્વ જાણીએ ફક્ત એનેજ પ્રાધાન્ય આપીએ.. અને સાત્વિક આહારને અનુસરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy