સુખી કોણ ?
સુખી કોણ ?
ચણિયાચોળી પહેરી આજે ખૂબ સુંદર તૈયાર થઈ તનુ ઝરૂખામાં ખુરશી પર બેસી દૂર રોડ ઉપર થતી ચહલપહલ જોઈ રહી હતી. રોડની બાજુમાં ઝૂંપડાની બહાર એક યુગલ ખૂબ ખુશ જણાઈ આવતું હતું અને એકબીજા સામે હસીને વાતો કરતું હતું.
તનુ વિચારવા લાગી, "એમની પાસે રહેવા ઘર પણ નથી, મારી પાસે તો આટલું મોટું સુંદર ઘર, ગાડી, આટલી બધી સહેલીઓ છે તો હું કેમ આટલી ખુશ નથી અંદરથી ?"
હજુ વિચાર ચાલુ હતા ત્યાં જ રૂમના દરવાજે મીના આવીને બોલી તનુ... એ તનુ..! "જલ્દી નીચે જા ! જો તારા ઘરાક આવ્યા છે."
અને તનુ ઊભા થઈ પહેલા રૂમના અરીસા પાસે ગઈ.
