સ્ત્રીની વ્યથા
સ્ત્રીની વ્યથા
એક સ્ત્રીને સન્માન ક્યારેય અપાય છે ?
તેને તો બસ ઉપેક્ષાની નજરે જ જોવાય છે.....
બીજાની મજબૂરી પર પોતાના રોટલા શેકાય છે,
કોઈના ખિસ્સા તો કોઈનો જીવ કપાય છે,
સંબંધોમાં પણ આજકાલ ગણિત ગણાય છે,
સરવાળા ઓછા ને બાદબાકી વધારે થાય છે,
પ્રેમનું તો નામ જ જવા દો સાહેબ,
અહીં તો હવસના નામે શરીર ચૂંથાય છે,
સ્ત્રી સમાજની પ્રતિષ્ઠા ને કુટુંબની લાજ છે,
છતાં ઘર ઘરમાં તેનું અપમાન કરાય છે.....
ધન્ય છે, એ જગત જનની ને જગદંબાને,
ઝેરના ઘૂંટડા પીને પણ ખુમારીથી જીવાય છે,
તેના પક્ષે કોઈ આવે કે નહિ તેની કદર વગર,
"નિષ્પક્ષ" બની પોતાનું કર્તવ્ય નિભાવી જાય છે.
