માતૃપ્રેમ
માતૃપ્રેમ
આજે નીલમ ખૂબ જ ખુશ હતી. તેણે ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને "માતૃપ્રેમ" વિશે નિબંધ લખવા આપ્યો હતો. બધા જ વિદ્યાર્થીઓએ પૂરા ઉત્સાહથી અને મહેનતથી ખૂબ જ સરસ નિબંધ લખ્યો હતો. વિદ્યાર્થીઓ પાછળ કરેલી મહેનત રંગ લાવી હતી તેનો તેને ખૂબ જ ગર્વ હતો. શાળામાં બધા જ શિક્ષકોએ નીલમના આ કાર્યની ખૂબ જ પ્રશંસા કરી હતી.
બધા શિક્ષકોએ ભેગા મળી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તે માટે પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું નક્કી કર્યું. દરેક બાળક સ્ટેજ પર આવે, ગિફ્ટ મેળવે અને પોતાના માતાપિતાનું નામ બોલે. પ્રાર્થના પૂરી થયા બાદ ત્રીજા નંબરે આવનાર બાળક આવ્યો. તેણે પોતાના માતાપિતાનું નામ જણાવ્યું. પછી બીજા નંબરે આવનાર અને અંતે પ્રથમ નંબરે આવનાર. પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થી આવીને ઊભો રહ્યો. નીલમે તેને માતાપિતાનું નામ બોલવા કહ્યું ત્યારે તે બોલ્યો, " ટીચર ! મેં ક્યારેય મારા માતા-પિતા ને જોયા નથી, અને નામ પણ ખબર નથી". આ સાંભળી ત્યાં ઉભેલા સૌ કોઈની આંખો આંસુથી છલકાઈ ગઈ.