Mariyam Dhupli

Inspirational Others

3  

Mariyam Dhupli

Inspirational Others

સ્થાન

સ્થાન

1 min
14.2K


એક ફેક્ટરીની અંદર ત્રણ ઘૂંઘરું તૈયાર થયા .

એકસમાન પદાર્થમાંથી, એકસમાન ઘાટના, એકસમાન કદ અને આકાર, એકસમાન રણકાર, આબેહૂબ અસ્તિત્વ.

પહેલું અસ્તિત્વ એક પૂજાના સ્થળે પહોંચ્યું. દેવીના ચરણોમાં સ્થાન પામ્યું. ધન્ય થયો એનો અવતાર . સવાર સાંજ આરતી ઉતરી. માન, સન્માન અવિરત. દરેક દ્રષ્ટિમાં પ્રેમ, દરેક નજરોમાં સ્નેહ. કિંમતથી પરે પહોંચ્યું અસ્તિત્વ. અમૂલ્ય, અતુલ્ય, અમર, અલૌકિક, દિવ્ય.

બીજું અસ્તિત્વ એક કલાકારની શરણોમાં આવ્યું. જીવન નૃત્ય કલાને નામે સમર્પિત થયું. દેશ વિદેશની યાત્રાઓ અને સફર. દર ક્ષણ રોમાંચ , હર ઘડી જોમ, ઉત્સાહ અને આનંદ. લાખો -કરોડો તાલીઓનું પ્રોત્સાહન, પુરસ્કારો, ઇનામો, સન્માનપત્રો, પ્રમાણપત્રો. અખૂટ માન, અનંત સન્માન, ધન્ય ધન્ય જીવન અવતાર.

ત્રીજું અસ્તિત્વ શહેરની અંધારી ગલીઓના ઊંડાણોમાં છુપાયેલા એક કોઠા ઉપર પહોંચ્યું. લાચાર પગોની બેડીઓ બની દુર્ભાગ્ય થયું શરૂ. દરેક દ્રષ્ટિમાં ગંદગી, દરેક નજરમાં હેવાનિયત. ના કોઈ માન, ના કોઈ સન્માન. દરેક તાલ જોડે આબરૂ ઉતરી ક્ષણક્ષણ. કપટ, લાલચ, છળ, હવસ અને આક્રન્દ. ઘૂંટાઈ ગયું અસ્તિત્વ, થયું અપમાનિત, બેઆબરૂ, બેઇઝઝત- આબરૂદાર અસ્તિત્વો થકી. ચારે કોર ફક્ત ગૂંજતું રહ્યું બેશરમીથી થૂ... થૂ... થૂ...

હા, હતા તો ત્રણ ઘૂંઘરું એ. તૈયાર થયા હતા,

એકસમાન પદાર્થમાંથી, એકસમાન ઘાટના, એકસમાન કદ અને આકાર, એકસમાન રણકાર, આબેહૂબ અસ્તિત્વ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational