Manishaben Jadav

Inspirational Children

4.7  

Manishaben Jadav

Inspirational Children

સસલાભાઈની દિવાળીની ઉજવણી

સસલાભાઈની દિવાળીની ઉજવણી

2 mins
369


એક સસલાભાઈ હતા. ધોળાં ધોળાં દૂધ જેવાં. પોચા પોચા રૂ જેવા. નાનાં નાનાં સૌને ગમે તેવા. બધાં પ્રાણીઓના લાડકા. સૌ કોઈ તેની ઈચ્છા સરળતાથી પુરી કરી આપે.

દિવાળી એટલે રંગોળીનો તહેવાર. અંધકાર પર પ્રકાશનો પર્વ. દીવડાં પ્રગટાવી રોશની ફેલાવવાનો તહેવાર. અને નાનાં નાનાં બાળકો માટે ફટાકડા ફોડવાનો તહેવાર. સસલાભાઈને જાણ થઈ કે દિવાળીનો તહેવાર આવે છે. તેનાં મનમાં પણ ફટાકડા ફોડવાની ઈચ્છા જાગી.

સસલાભાઈ તો દોડતા દોડતા મમ્મી પાસે ગયા. અને કહ્યું," મમ્મી... મમ્મી.. 

મને ગમે દિવાળીની રંગોળી

એથી વધું ગમે ફટાકડા મોટા મોટા

મને તું મમ્મી રૂપિયા દેને થોડા થોડા

હું લાવું ફટાકડા મોટા મોટા."

સસલાભાઈની મમ્મી કહે," જો સસલા....

તમે છો હજી ખૂબ નાનાં નાનાં

ભલે આવે દિવાળીની મજા

ફોડવા નહિ ફટાકડા બહું મોટા મોટા

માટે તું ફટાકડા લેજે નાનાં નાનાં."

પણ સસલાભાઈ તો જીદી હતા. તેને ફટાકડા ખૂબ ગમતાં. એ તો બજારમાં ગયા અને મોટા અવાજવાળા અને ધડાકા થાય તેવા ફટાકડા ખરીદ્યા. આવ્યા જંગલમાં. મમ્મીને કહી એ તો ફટાકડા ફોડવા નીકળી ગયા.

 સસલાભાઈએ પહેલા નાનાં ફટાકડા ફોડી લિધા. પછી મોટા ફટાકડા ફોડવાનું ચાલું કર્યું. એમાંથી એક તણખો ઉડ્યો અને તેના ફટાકડા પર પડ્યો. એકસાથે બધાં ફટાકડા ફટફટ ફૂટવા લાગ્યા. જોરદાર ધડાકા અને અવાજ થયો. સસલાભાઈ ગભરાઈ ગયા. અને ત્યાંથી ભાગ્યા. ઘરે પહોંચી વાત કરી. બધાએ તેને સમજાવ્યા.

"વાત હંમેશા માનો મોટા વડીલોની

 એ નહી આપે ક્યારેય તમને સલાહ ખોટી

નહી આવે જીવનમાં મુસીબત કદાપિ

 જીવશો જિંદગી સુખ અને શાંતિથી."

સસલાભાઈએ કાન પકડી બધાની માફી માગી. અને ફરી મોટા ફટાકડા ન તો લેવા કે ફોડવા. એવી પ્રતિજ્ઞા લીધી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational