સસલાભાઈ ની મુસાફરી
સસલાભાઈ ની મુસાફરી
સસલાભાઈને શાળામાં પડ્યું વેકેશન. ઘેર રહિને સસલાભાઈ તો બોર થવા માંડ્યા. એણે વિચાર્યું ચાલને કંઈક ફરવા જાવ. વેકેશન પણ જતું રહે અને મજા આવે. સસલાભાઈએ તો કોઈને કિધા વિના ઘરેથી નીકળી ગયા. સીધા પહોંચ્યા બસ સ્ટેશન. બસ સ્ટેશનમાં તો બહું ભીડ. બસ પણ ઘણી બધી હતી. તેને થયું હવે બેસવું કંઈ બસમાં. સસલાભાઈ તો મુંઝાયા.
સસલાભાઈ માંડ માંડ કરી બાજુમાં ઉભેલા ભાઈને મામાની ઘરની બસ વિશે પૂછ્યું. સસલાભાઈ બસમાં ચડવા જાય તો કોઈને કોઈ ધક્કો મારી નીચે ઉતારી મુકે. માંડ કરી ધક્કામુક્કીમાં સસલાભાઈ બસમાં ચડી ગયા.
સલાભાઈ ને મજા પડી. બસમાથી આજુબાજુનું વાતાવરણ જોતાં જોતાં આગળ વધ્યા. વચ્ચે આવ્યું એક સ્ટેશન. બસ ઉભી રહી. પાંચ મિનિટ માટે બસ ઉભી રહી. સસલાભાઈ ઉતરીને ચાલ્યા ગાંઠિયા ખાવા. નિરાત કરી બેસી ગયા.
સસલાભાઈ પાછા ફર્યા ત્યાં તો બસ નીકળી ગઈ. સસલાભાઈ વિચારે ,હવે શું કરવું ? સસલાભાઈ એ તો ફરી પોતાના ગામની રીક્ષા પકડી ઘર ભેગા થયા. એકલા અજાણ્યા રસ્તે ન કરાય મુસાફરી. મમ્મી પપ્પા સાથે હોય મુસાફરીની મજા.