સસલાભાઈ અને શિયાળભાઈ ચાલ્યા નદી જોવા
સસલાભાઈ અને શિયાળભાઈ ચાલ્યા નદી જોવા
એક હતા સસલાભાઈભાઈ અને એક શિયાળ ભાઈ. બંને પાકા ભાઈબંધ. હંમેશા સાથે રહે. અને ફરવા જાય. એક વખત ચોમાસાની ઋતુ ચાલતી હતી. ધોધમાર વરસાદ પડ્યો. નદીમાં પૂર આવી ગયું. બધા ખુશ થઈ ગયા. કેટલાક પ્રાણીઓ તો જાણે વરસાદમાં નાહવા જ લાગ્યા.
વરસાદ બંધ થઈ ગયો. સસલાભાઈ શિયાળભાઈને ઘરે ગયા. અને કહે," શિયાળભાઈ શિયાળભાઈ તમે સાંભળ્યું કે નહિ. ખૂબ વરસાદ પડ્યો અને નદીમાં જોરદાર પૂર આવ્યા. બધા પાણી જોવા જાય છે. ચાલોને આપણે પણ જોવા જઈએ. "
શિયાળભાઈએ ના પાડી. આવા વરસાદી માહોલમાં નદીએ ન જવાય. અચાનક પાણી વધી ગયું ને ક્યાંક તણાઈ જઈશું તો કોઈ બચાવવા નહી આવે. પણ સસલાભાઈ કહે," ના મારે તો જવું જ છે. તમારે સાથે આવવું હોય તો ચાલો. બાકી હું એકલો જઈશ. "
નાછુટકે શિયાળભાઈને સસલાભાઈ સાથે જવુ પડ્યું. બંને ગયા નદીમાં. સસલાભાઈ તો આગળને આગળ જતાં જાય. શિયાળભાઈ ના પાડે છતાં સસલાભાઈ આગળ ગયા. એમાં તેનો પગ લપસ્યો અને પાણીમાં તણાયા. શિયાળભાઈએ હાથીભાઈ ને બોલાવ્યા. હાથીભાઈએ સસલાભાઈને પાણીમાંથી બહાર કાઢ્યા.
સસલાભાઈએ હાથીભાઈનો આભાર માન્યો. અને નક્કી કર્યું, કયારેય પણ વહેતા પાણીનો ભરોસો કરવો નહિ.
