Sujal Patel

Classics

4  

Sujal Patel

Classics

ષડયંત્ર

ષડયંત્ર

4 mins
44


ચિત્તોડની રાણી પદ્માવતીના રૂપનાં વખાણ ઠેર ઠેર જગ્યાએ થતાં. રત્નસિંહની પત્ની રાણી પદ્માવતી રૂપ રૂપનો અંબાર હતાં.

ચિત્તોડ ગઢ પર હમણાં યુદ્ધનો ઝંડો લહેરાતો હતો. ચિત્તોડના જ એક સંગીતકારે ખીલજી સાથે મળીને કાવતરું રચ્યું હતું. ખીલજી રાણી પદ્માવતીને પામવાની ફિરાકમા બેઠો હતો. પણ પદ્માવતીને પામવાં એટલી સરળ વાત ન હતી. એ વાત ખીલજી ભૂલી ગયો હતો.

ચિત્તોડ અને ખીલજીના ઘણાં સૈનિકો મૃત્યુ પામ્યાં હતાં. પણ યુદ્ધનો કોઈ અંત દેખાતો ન હતો. ખીલજી રાણીના રૂપ પાછળ પાગલ બની ગયો હતો. સદીઓથી ચાલ્યું આવે છે, કે પુરુષ જ્યારે સ્ત્રીનાં રૂપનો ઘાયલ બને. ત્યારે તેને કોઈ પણ કાળે સમજાવવો મુશ્કેલ હોય છે. એવી જ હાલત ખીલજીની હતી.

ખીલજીએ રાણી પદ્માવતીને પામવાની તમામ હદો વટાવી દીધી હતી. તેણે રાણીની એક ઝલક જોવાં માટે, પોતે રાણી પદ્માવતીને પોતાની બહેન માને છે. એવું જણાવ્યું હતું. પણ ખીલજી કદાચ ભાઈ બહેનનાં પવિત્ર સંબંધથી માહિતગાર ન હતો. એટલે જ તેણે એવું ખરાબ પગલું ભર્યું હતું.

ખીલજીએ છળથી રત્નસિંહને કેદ કરી લીધો હતો. તેણે દરબારમાં સંદેશ મોકલાવી દીધો, કે રત્નસિંહને જીવીત જોવાની ઈચ્છા હોય. તો રાણી પદ્માવતીને મારી પાસે મોકલી આપો. રાણી પોતાનાં ઓરડામાં બેઠાં હતાં. એ સમયે એક દાસી તેમનાં ઓરડામાં ખીલજીનો સંદેશો આપવા માટે ગઈ. દાસીનો ગંભીર ચહેરો જોઈને, રાણી પદ્માવતીએ પરિસ્થિતિનો તાગ મેળવી લીધો.

"ખીલજીએ શું પ્રસ્તાવ મૂક્યો છે ?" રાણી પદ્માવતીએ દાસીને પુછ્યું.

"એણે રાજાની સલામતીનાં બદલામાં તમારી માંગણી કરી છે." દાસીની વાત સાંભળીને રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો. રાણી પદ્માવતીની રગોમાં રાજપૂતી લોહી દોડતું હતું. ખીલજીની એવી માંગણી સાંભળી એ લોહી ઉકળવા લાગ્યું.

રાણી પદ્માવતીએ તરત જ એક યોજના ઘડી. જેમાં તેણે સેનાપતિનો સાથ માંગ્યો. અમુક સૈનિકોને સ્ત્રીનો પહેરવેશ પહેરાવીને, સેનાપતિને પાલખીમાં બેસાડીને રાણી પદ્માવતીએ એ પાલખી ખીલજી પાસે મોકલી‌.

ખીલજી પાલખી આવતી જોઈને ખૂબ જ ખુશ થયો. તેણે રાણી પદ્માવતીની પાલખીને તારવીને પોતાનાં તંબુ તરફ લઈ ગયો. ખીલજીને એમ હતું, કે પાલખીમાં રાણી પદ્માવતી છે. પણ હકીકતે પાલખીની અંદર સેનાપતિ હતાં. ખીલજીએ જેવો પાલખીનો પડદો ઉઠાવ્યો. એવો જ સેનાપતિએ હુમલો બોલી દીધો.

સેનાપતિના હુમલાથી યુદ્ધ આરંભ થઈ ગયું. રાજા રત્નસિંહને ખીલજીની કેદમાંથી છોડાવી લેવામાં આવ્યાં. ખીલજી અને રત્નસિંહના કેટલાંય સૈનિકો યુદ્ધ ભૂમિમાં વીરગતિ પામ્યાં. ખીલજીના સેનાપતિ અને ચિત્તોડના સેનાપતિ ગાલા વચ્ચે સારું એવું યુદ્ધ જામ્યું હતું. એવામાં અચાનક જ ખીલજીના સેનાપતિએ સેનાપતિ ગાલાનુ માથું કાપી નાખ્યું. માથું કપાઈ જવા છતાંય સેનાપતિ ગાલા હિંમત હાર્યા ન હતાં. સેનાપતિ ગાલાના ધડે યુદ્ધ ભૂમિમાં ખીલજીના કેટલાંય સૈનિકોનાં મસ્તક કાંપી નાંખ્યા.

સેનાપતિ ગાલાનુ ધડ યુદ્ધ ભૂમિમાં જે રીતે સૈનિકોના મસ્તક કાપતુ હતું. એ જોઈને ખીલજી પણ દંગ રહી ગયાં. એ દ્રશ્ય જોઈને ખીલજીના મનમાં ભયનું એક લખલખું પસાર થઈ ગયું. સેનાપતિ ગાલાનુ માથાં વગરનું ધડ ખીલજીની સેનાનાં કેટલાંય સૈનિકોનાં મસ્તક કાંપીને આખરે રણ મેદાનમાં પડી ગયું.

બીજી તરફ રાજા રત્નસિંહ પોતાનો જીવ બચાવીને મહેલમાં પરત ફર્યા હતાં. મહેલમાં પરત ફરતાં જ તેમને એક સંદેશ મળ્યો.

"મહારાજ, મહેલનાં અનાજનાં કોઠારો ખાલી થઈ ગયાં છે. હવે શું કરીશું ?"

રાજા રત્નસિંહ પાસે એ સવાલનો કોઈ જવાબ ન હતો. તેમણે લાંબો વિચાર કર્યા વગર જ આરપારની લડાઈનું ફરમાન જાહેર કર્યું. રાજા રત્નસિંહ ફરી એક વખત ખીલજીની સેના સામે યુદ્ધ ભૂમિમાં ઉતર્યા.

રાજા રત્નસિંહ સહિત આ ધીંગાણામાં તેમની સેનાનાં બધાં સૈનિકો ખપી ગયાં. ચિત્તોડની સેનામાં એક પણ સૈનિક ના બચ્યો. અંતે રત્નસિંહ પણ ખીલજીની સેનાનાં હજારો સૈનિકોનાં માથાં કાપીને વીરગતિ પામ્યાં.

રાજા રત્નસિંહ સહિત ચિત્તોડની સેનાનો પણ અંત આવી ગયો છે. એ વાતની જાણ કરવા એક દાસી રાણી પદ્માવતીના ઓરડામાં આવી પહોંચી.

"રાણીજી, રાજા રત્નસિંહ સહિત ચિત્તોડની તમામ સેના વીરગતિ પામી છે. દિલ્લીના અલાઉદ્દીન ખીલજી હવે મહેલમાં પ્રવેશ કરીને, તમને પોતાની સાથે લઈ જવાની તૈયારી દર્શાવી રહ્યાં છે." દાસીએ હાંફળા ફાંફળા અવાજે કહ્યું. રાણી પદ્માવતીએ દાસીની વાત સાંભળીને એક નિર્ણય કર્યો. જ્યાં ચિત્તોડની સેના અને રાજા રત્નસિંહ બધાં વિરગતી પામ્યાં હતાં. ત્યાં હવે રાણી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો.

"ચિત્તોડની બધી વિધવા સ્ત્રીઓને મહેલમાં આવવાનો આદેશ આપો. મહેલમાં હવન કુંડ સળગાવો, ને જોહરની તૈયારી કરો." રાણી પદ્માવતીએ દાસીને આદેશ આપ્યો.

દાસીએ રાણી પદ્માવતીના આદેશથી મહેલમાં બધી સ્ત્રીઓને એકઠી કરી. મહેલમાં હવન કુંડ સળગાવવામાં આવ્યો. રાણી પદ્માવતી સહિત અન્ય સ્ત્રીઓ ઘીમાં ભીંજવેલ કપડાં પહેરીને હવન કુંડની અગ્નિમાં બેઠાં. રાણી પદ્માવતીએ રાજા રત્નસિંહનો પાર્થિવ દેહ પોતાનાં ખોળામાં લીધો. એ સહિત અન્ય સ્ત્રીઓ નાનાં બાળકોને લઈને હવન કુંડની અગ્નિમાં બેઠી.

દિલ્લીના અલાઉદ્દીન ખીલજી જ્યારે ચિત્તોડના મહેલમાં પ્રવેશ્યાં. ત્યારે આ દ્રશ્ય જોઈને, તેમને ખુબ દુઃખ થયું. જે સ્ત્રીઓ હવન કુંડની અગ્નિમાં સળગતી હતી. તેઓનાં મુખમાંથી એકપણ પ્રકારની પીડાની ચીસ પણ સંભળાતી ન હતી. રાણી પદ્માવતીએ પોતાનો રાજધર્મ નિભાવ્યો હતો. તેમણે રત્નસિંહની સાથે રાજપુતી ધર્મ અનુસાર જોહર કરીને, રાજકીય ધર્મને જાળવી રાખ્યો હતો.

રાણી પદ્માવતીનુ આ બલિદાન જોઈને દિલ્લીનો અલાઉદ્દીન ખીલજી પણ શોકમાં ડુબી ગયો હતો. તેની નજર સમક્ષ તેનાં જ ખોટાં કાર્યને લીધે આજે એક મહેલની રાણી સહિત હજારો સ્ત્રીઓ અગ્નિમાં બળીને ભસ્મ થઈ રહી હતી. પણ ખીલજી કાંઈ પણ કરવાં સક્ષમ ન હતો.

આજે પણ ચિત્તોડનો આ ઈતિહાસ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ચિત્તોડનો મહેલ આજે પણ અકબંધ છે. રાણી પદ્માવતીનુ સ્થાન દરેક લોકોનાં દિલમાં આજે પણ કાયમ છે. રાજા રત્નસિંહ અને સેનાપતિની બહાદુરી આજે પણ લોકો યાદ કરે છે.

ગુજરાતનાં ઈતિહાસનું તો જેટલું વર્ણન કરી શકાય. એટલું ઓછું છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics