STORYMIRROR

Vandana Patel

Inspirational Children

1  

Vandana Patel

Inspirational Children

સર્કસ

સર્કસ

1 min
11

સર્કસ એટલે રાજ કપુરજીને પિક્ચર બનાવવાનું મન થયું. શાહરુખ ખાન 'સર્કસ' સિરિયલથી આગળ આવ્યા. 'મેરા નામ જોકર' નું ખુબ સરસ ગીત ચૌદ કડી લખાઈ હતી. આપણને પાંચ જ સાંભળવા મળે છે. પહેલાના જમાનામાં 'ભવાઈ' રમાતી. હરિશ્ચંદ્ર અને નળરાજાના નાટક જોવા મળતા. હવે એ લુપ્ત થઈ ગયા છે. ગાંધીજીને હરિશ્ચંદ્ર નાટક જોઈને જ સત્યનું મહત્વ સમજાયું હતું. આપણી સંસ્કૃતિની ઓળખાણ થતી. શિવાજીનું 'જાણતા રાજા' ખુબ પ્રખ્યાત થયેલું. રામ, કૃષ્ણ શિવ વગેરેના પાત્રોથી બધું સમજાય જતું. હવે તો શેરીમાં નીચે બેસીને ભવાઈ જોવી સપનું બની ગયું છે.

જાદુગરના ખેલ પણ નહિવત્ જ થાય છે. પહેલાં શાળામાં કઠપૂતળી શો બતાવતા હતા. શેરીમાં પેલો એક માણસ સાયકલ પર ટૂંકી ફિલ્મ લઈને આવતો. બે હાથ ડબી ફરતે રાખવાના. નાનકડી ફિલ્મમાં સંદેશ પણ છૂપાયેલો હોય. આપણે ઊભા-ઊભા, ઊંચા હોય તો વાંકા વળીને પણ જોઈ લેતા. 

બસ, જોવા મળવું જોઈએ. ત્યારે ટી. વી. એટલા ન હતા. હતા તો દૂરદર્શન જ આવતું.

આવું તો ઘણુંબધું આજની પેઢી ગુમાવી રહી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational