સરખામણી
સરખામણી


મમ્મી આ દાદા કેમ વારંવાર એવું બોલે છે, કાકા ને કે, તું સાવ નકામો છે. તારામાં લાગણી જ નથી. કૂતરાં જેવો છે.
બેટા, દાદાની ઉંમર થઈને એટલે બોલે છે. તું રમવા જા.
પણ મમ્મી દાદા કેમ એવું કહેતા હતાં ?
આપણા ઘરે જે બ્રાઉની છે. એનામાં તો લાગણી છે. આપણા છોટુને તો બ્રાઉની એ જ બચાવ્યો હતો ને પેલી બિલાડીથી.
તો દાદા કેમ કાકા અને કૂતરાંમાં લાગણી નથી એવું કહે છે ?
આપણે માણસને પ્રાણીઓ સાથે સરખાવીએ છીએ તો ઘરે કેમ કૂતરો લાવીએ છીએ ?