STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Others

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Others

સરિતા સાગરનું મિલન

સરિતા સાગરનું મિલન

1 min
174

પ્રેમની સરિતા સાગરમાં ભળી જાય છે, તરંગોના ઉછાળા મારી લાગણી છલકાય છે. આંખલડી સ્મરણોથી ને હોઠ તારા રટણથી મલકાય છે. 

પ્રેમનાં સમુદ્રનાં કિનારે સાગરના તરંગો મલકાય છે. જોઈ હૃદય ઊર્મિ સાગરમાં ભળી જાય છે. કિનારા વિયોગની પીડાથી પીડાય છે જોઈ નદી અશ્રુધારાથી ભીંજાય છે. વૃક્ષોના પાંદડા થરથર કાંપે છે હવાઓ વંટોળ ફૂંકાયો છે. કંઈક કહેવા માટે કંઈક લાગણી ખૂટે છે, કિનારા કહે છે દરિયાને તને પામવા માટે બંધન છૂટે છે. 

એક વહતી નદીના કાંઠે એક આશ જોડાય છે. વૃક્ષોનો સંપ ને પરોપકાર જોઈ માનવી બદલાય છે. સરિતાનું મિલન માટે સાગર તોફાનમાં ફૂંકાય છે.

તારા માટે દરિયો ચકડોળે ચઢ્યો છે, પ્રેમની વાતોમાં તારી યાદોમાં બસ હું ફક્ત તારામાં સમાઉં છું. સરિતા પ્રેમનાં સાગરમાં ભળી ખરાશના આભૂષણ ધારણ કરે છે. પોતાની મીઠાશનો ત્યાગ કરી સરિતા સાગરમાં ભળી જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract