સરભરા
સરભરા


આજે રોમાને ઓફિસ જવામાં થોડું મોડું થઈ ગયુ હતું. લીફ્ટનું બટન દબાવી ઊભી હતી. ત્યાં સામે ફ્લેટમાં રહેતી મોનાએ બારણું ખોલ્યું. " લે,આજે કેમ મોડું? " કહીને આછુ મલકી.
"આજથી નવરાત્રિ શરુ થઈ ને!! માતાજીનું સ્થાપન અને થાળ શણગારતા મોડું થઈ ગયું" રોમાએ જવાબ વાળ્યો.
ઘરનો દરવાજો બંધ કરવા ઉભેલા લાભુબા હસ્યા. "આ માતાજી નવ દિવસ આવે છે તે આટલા લાડકોડ પામે છે. મારી જેમ રોજ દિકરા-વહુ ભેગા રહેતા હોત તો ખબર પડત " સ્વગત બબડતા બબડતા દરવાજો બંધ કરી ઘરમાં ગયા.