Lata Lata

Others

2  

Lata Lata

Others

ચોમાસાનું આગમન

ચોમાસાનું આગમન

1 min
1.6K


બપોરની વામકુક્ષી કરીને રુમમાંથી બહાર આવતા જ ભિનાશ મને ઘેરી વળી.અરે ! ધોધમાર વરસાદ આવ્યો હતો.

સીધી જ બાલ્કનીમાં ગઈ. ઘરની સામે જ આવેલા બગીચાના લીલાછમ વૃક્ષો જાણે નાહીને તૈયાર થઇ પવન સંગાથે ઙોલતા હતા. પહેલી વર્ષામાં નાહાયેલ ચકલી કોઈ નવોઢાની અદાથી પોતાની પાંખો સંવારતી ઈલેક્ટ્રીક તાર પર ઝુલતી હતી.

આખા ગ્રિષ્મમાં ગાઈ ગાઈને થાકેલી કોયલ પહેલી વર્ષામાં ભિંજાયને શાંત થઈ વૃક્ષની મજબૂત ઙાળીએ લપાયને બેસી ગઈ હતી. હજુ તો હું કુદરતના સાનિધ્યમાં એકાકાર થાઉને વરસાદથી પલળેલી માટીની સુગંધથી તરબતર થાઉ એ પહેલા જ પતિદેવની હાંક સંભળાણી "સાંભળે છે, ચાની સાથે ગરમાગરમ ભજીયા પણ થઈ જાય ? "

ચોમાસાના આગમનને વધાવી પતિ સામે હળવુ મલકીને હું રસોઙામાં ગઈ.

લતા પંડ્યા. ...


Rate this content
Log in