ઓરતા
ઓરતા

1 min

332
"લગ્નનાં ચાંદલા થઈ ગયા આજે" એવુ વિચારતી શરમાતી ખુશ્બુ અરીસામાં પોતાનુ રુપ નિખારતી ગીત ગણગણતી હતી.
કોઈ કામ કરતી પોતાની ભાભીને ગળે વળગીને કહ્યુ "ભાભી, હું પણ કોઈ ફિલ્મ હીરોઇનની જેમ મારા હીરો સાથે રોમાન્સ કરીશ. બગીચામાં ઝાડની ઓથે બેસીને ગીત ગાઈશ"
ફીક્કુ હસીને ભાભીએ ખુશ્બુને ગાલે ટપલી મારી.
અને અધખીલી કળી થોડા ઉદાસ અને મુરજાયેલા ફૂલને આશ્ચર્યથી જોઈ રહી.