MITA PATHAK

Tragedy Inspirational

4.0  

MITA PATHAK

Tragedy Inspirational

સ્પર્શનું ભાન

સ્પર્શનું ભાન

1 min
414


મોહન અને મીરા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. રોજ મળવું અને સપનાની દુનિયામાં ખોવાય જવાનું. રોજમળીને લાગણીઓની આપ લે કરતા જાણે દુનિયાદારીનું ભાન જ ભૂલી બેઠા છે. અને એ દિવસે બંને પોતાની મર્યાદા વટાવી અને સ્પર્શનો અહેસાસ શું કરી બેઠા, તેમને એ વાતનું ભાન જ ન રહ્યું કે, આપણે તો હજુ લગ્ન કરીશું કે નહી તે જ ખબર નથી. ઘરના લોકો આપણા આ સંબંધને સ્વીકાર કરશે કે નહિ ? કંઈ ખબર નથી. આપણું આ મિલન આપણા માટે કાળી રાત બની જશે તો ! . .

એક મહિનાને થોડા અંતરે પેપરમાં સમાચાર બનીને રહી જાય છે. મીરા નામની યુવતી કુંવારી માતા બનવાની છે તેના ઘરના ને જાણ થતા જ પાપના ભારને કેવી રીતે લઈ ભટકીશ, ક્યાં મોઢું કાળુ કરી આવી તેવા "પોતાના વ્યક્તિઓના શબ્દોના બાણ ઝીલવી ન શકાય તો સમાજમાં તો કેવી રીતે જીવીશ. " તેણીએ વહેલી સવારે નદીમાં કૂદી આપઘાત કર્યો છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy