STORYMIRROR

Krutagna Pandya

Romance

4  

Krutagna Pandya

Romance

સ્પર્શ

સ્પર્શ

4 mins
215

ઝંખના જ માનવીને જીવંત રાખે છે, જિંદગી જીવવાનો હેતુ કોઈને કોઈ ઝંખના પર જ ટકેલો હોય છે. કેટલા'ય પ્રકારની ઝંખનાઓ માનવીના મનમાં આકાર લે છે. કેટલીક પુરી થાય છે, કેટલીક અધૂરી જ સારી લાગે છે તો કેટલીક કોરી ખાય છે. માનવી ઝંખે છે આબરૂ, પ્રેમ, માન-પાન, સતા, ધન અને છેલ્લે એ ઝંખે છે સ્પર્શ, કોઈનો હૂંફાળ સ્પર્શ, કોઈનો નાજુક સ્પર્શ, સ્પર્શ જે કહેતો હોય કે કોઈ છે અહીં તારા માટે, કોઈ તને પણ ઝંખે છે; એ માઁ નો ખોળો હોય કે માશૂકા નો ખભો જ્યાં હૂંફ હોય ત્યાં માનવી ખેંચાઈ જતો હોય છે. આ વાત છે એ 5 કલાકની જે જિંદગીની વાર્તામાં મનગમતો ફકરો બનીને વણાયેલી રહેશે.

***

"2 દિવસ પહેલાં..

"તારી રાહ જોવ છું બેટા, 4 કલાક નો જ તો રસ્તો છે અને આમ પણ તારે કાલે રજા છે, મેં તારા મનપસંદ લાડું બનાવ્યા છે, તો તું આવે છે ને ?"

"નક્કી નઈ મમ્મી, રજાનું ગોઠવાઈ તો હું આવીશ. હજુ તો અઠવાડિયું થયું છે અમદાવાદમાં તારા આ દીકરાને, આમ હાલતાં-ચાલતાં ઘરે આવતો રહીશ તો કેમ પાલવશે ?

"હું ક્યાં કહું છું કે તું દર અઠવાડિયે આવ, જો મોટા ભાઈ-ભાભી પણ ગામમાં આવ્યા છે અને કાલે બધાં જમવા ભેગા થવાના છે."

"હા, હું સરને પૂછીને તને ફોન કરું. બાય."

"બાય બેટા, રાહ જોવ છું તારી."

***

6 કલાક પછી..

"વોટ એ પ્રેઝન્ટ સરપ્રાઈઝ, મને પહેલાં કેમ નો કીધું? તારું ફેવરીટ ભીંડાનું શાક અને મગની દાળ બનાવી આપત ને."

"અરે મમ્મી.. જે પણ બનાવ્યું હોય લાવ ને, તારા હાથનું જમવાની ભૂખ છે. પીરસી દે બસ."

"કોઈ છોરી પટાવી કે નહીં અમદાવાદમાં ? શટલમાં કોઈ મોઢે દુપટ્ટો બાંધેલી મળી ગઈ હોય અને એ દુપટ્ટાની બહાર લટકતાં ચશ્માની અંદર રહેલી આંખો મળી ગઈ હોય એવું બન્યું હોય તો કઈ દે. અમારે ઉપાધી નઈ."

"દીદી યાર, શું ખોટે-ખોટું, કોઈ નથી મળી એવી. ભણવા ગયો છું હું ત્યાં હો.."

"અરે મારો સંસ્કારી ભાઈ.." ( બધાં હશે છે )

પછીના દિવસે..

"બેટા તું ત્યાં ઘર વસાવાનું વિચારે છે કે શું ? 4 - 4 થેલા સાચવી શકીશને એકલો ?

"હા પપ્પા, બધી કામની વસ્તુઓ જ લીધી છે."

મમ્મી: "પેલું આવી ગયું ? અને ઓલું મૂકી દીધું ? અને ફલાણું ભુલાય નહિ હોં અને ઢીમકું યાદ ન દેવડાવું પડે, સવાર સવારમાં પછી ભાગાદોડી ન થાય. એકતો ભાઈ સાહેબ 04:30ની બસ બુક કરાવી બેઠા છે. સર્વરને પણ ગઈકાલે જ લોચો મારવો તો !

"અરે શાંતિ મમ્મી, જે પણ થાય સારા માટે જ થાય. 

[અકબર અને બીરબલની કાલ્પનિક કથા એ વાસ્તવીક જીવનનો એક બહુ મહત્વનો પાઠ ભણાવી દીધો કે જે પણ થાય, સારા માટે જ થાય.]

(ખરેખર એવું જ થયું.)

પપ્પા: "ચાલો ચાલો ભાઈ.. ખાલી રિઝર્વેશન હોય તે જ બેસે બાકી ઉતરો બધાય ચાલો, ફટાફટ, આખી બુકિંગ કરેલી બસ છે, ચાલો ભાઈ.. બુકિંગવાળાને ચડવા દેજો."

કન્ડક્ટર મેડમ ન આવતા પપ્પા એ જ મોરચો સંભાળી લીધો. જોનાર બધાંય દંગ હતા પણ હું તો હક્કો-બક્કો થઈ ગયો, મને અચરજ કરતાં વધારે ડર હતો, ડર હતો કે એ પણ ઉભી થઈને ચાલી ન જાય અને એવું જ થયું.

અડધી કલાક પછી..

તન્વી: "બહુ માંડ માંડ ટીકીટ મળી હો, સર્વરનો કેવો લોચો હતો યા ર! આમ તો હું રાત્રે 12 વાગ્યામાં વાળીમાં જ નીકળી જતે, પણ આ વેબસાઈટ ચાલું થઈને કીડીયારું ઉભરાયું, એમાં છેક 04:30ની બસ મળી, ખરેખર કંઈ પ્રોપર પ્લાનીંગ જ નથી આ લોકોનું, લોકોને ચેટલું ભોગવવું પડે હેં ને !

તન્વી: "મેં સાચું કેટી છે ને ?"  

[એની સુરતી બોલી અને અમદાવાદી નિખાલસતા; મારા રાજકોટિયા હદયમાં જલેબીની જેમ વળગી ગઈ. એ ચાલી નહોતી ગઈ, એ ઉભી તો થઈ પણ 24 નંબરની વિન્ડો સીટ પરથી ઉઠીને 25 નંબરની મિડલ સીટ પર આવી ગઈ અને સીટ નંબર 26 પર હું દિલની કોઈ નવી દુનિયામાં રાચતો હતો.]

હું: હા સાચી વાત છે હો, હું પણ 12 વાગે જ નીકળી જવાનો હતો પણ બપોરે સર્વરનો ઇશ્યૂ હતો અને સૂઈને ઉઠ્યો ત્યાં તો નો વેકેન્સી

તન્વી: "તમેં અહીં જ રહો છો ? અમદાવાદમાં ?"

હું: "ના મારે ત્યાં ભણવાનું છે."

[બસ આના પછી જાજી વાતો ન થઈ અમારી વચ્ચે, એ એક તરફ માથું ઢાળીને સુઈ ગઈ અને હું બીજી તરફ માથું રાખીને સુવાનો પ્રયત્ન કરતો હતો, દીદીના શબ્દો કાનમાં ગુંજતા હતાં; "કોઈ છોરી પટાવી કે નહીં અમદાવાદમાં ? શટલમાં કોઈ મોઢે દુપટ્ટો બાંધેલી મળી ગઈ હોય અને એ દુપટ્ટાની બહાર લટકતાં ચશ્માની અંદર રહેલી આંખો મળી ગઈ હોય એવું બન્યું હોય તો કઈ દે. અમારે ઉપાધી નઈ."]

એકદમ એવીજ છોકરી બસમાં બાજુમાં આવીને બેસી હતી, શટલમાં 5, 7 કે 10 મિનીટ માટે નહીં પરંતુ પુરી 05:30 કલાક માટે, રહી જવાની તો ખાલી એની યાદો જ હતી પણ જેમ ગોળ નાખો એટલું ગળ્યું થાય તેમ એ પળો યાદ આવે અને ધબકારાઓનો લય બદલી જાય. 

બાજુમાં જ બેસી હોવાથી સહજ રીતે સ્પર્શ થઈ જતો, એ સ્પર્શમાં કોઈ ખરાબ ભાવના ન હતી, એમાં પ્રેમ પણ ન હોય, નહોતી એમાં કોઈ ઈચ્છા કે કોઈ કામના. હતી તો એમાં બસ મીઠાશ, મેં પગ જરા દૂર કરીને સોરી કીધું. ખબર નહિ કેમ પણ 5 મિનીટ પછી એની આંગળીઓ પાછી મારી આંગળીઓ સાથે ભટકાતી હતી, હું દૂર ન્હોતો ગયો કે એ પાસે આવી ગયેલી ખુદા જાણે !

5:30 કલાક પછી..

બસ મોડી પડી હતી પણ વહેલું પહોંચવું પણ કોને હતું ? ડીંગ.. ડીંગ.. ડીંગ.. ડીંગ.. ડીંગ.. ડીંગ.. ચાલો ઇસ્કોન.. 

બસ, એ ત્યાં ઉતરી ગઈ અને જીવનના એક કિસ્સા પર અલ્પવિરામ લાગી ગયું, પૂર્ણવિરામ તો ત્યાં ક્યારેય નઈ લાગે કેમકે "ઝંખના જ માનવીને જીવંત રાખે છે, જિંદગી જીવવાનો હેતુ કોઈને કોઈ ઝંખના પર જ ટકેલો હોય છે. કેટલા'ય પ્રકારની ઝંખનાઓ માનવીના મનમાં આકાર લે છે. કેટલીક પુરી થાય છે, કેટલીક અધૂરી જ સારી લાગે છે."


Rate this content
Log in

Similar gujarati story from Romance