રાજુ ડ્રાઈવર
રાજુ ડ્રાઈવર
"સરહદ પે જો વર્દી ખાખીથી
અબ ઉસકા રંગ સફેદ હુઆ"
છાપાની હેડલાઈન્સ વાંચતા રમીલા માસીનો હાથ સહજ પેટ પાસે પહોંચી ગયો, જે છોકરાને નવ મહિના પેટમાં સાચવેલો એણે માને વળતર રૂપે શું આપ્યું ? તેમની આંખોમાં ભીનાશ હતી પણ હૃદયમાં ગર્વ.
આમ એનું નામ રાજેન્દ્ર પણ મહોલ્લામાં તો બધા રાજુ ડ્રાઈવર નામે જ ઓળખે. ટેવ એને એવી કે ક્યાંય પણ બ્લડ ડોનેશન કેમ્પ હોય તો પોતે પહોંચી જાય, એકદમ સ્વસ્થ જુવાનડો, નખમાં ય રોગ નહિ. ઘણાને વારસામાં જાયદાદ મળે છે ને ઘણાને જવાબદારી પણ એને તો સંસ્કાર મળેલા; કુટુંબમાં માઁ દીકરો બે જ એટલે એમ્બ્યુલન્સ ચલાવીને ગુજરાન ચલાવતો. બ્લડ ડોનેશનમાં મળેલી ગિફ્ટ બધી લતાની માસીઓને વહેંચી દે ને નાસ્તા પર હક ટાબરીયાવનો. એક પોતાની પાસે રે તો ખાલી સર્ટિફીકેટ, આવા કેટલાં'ય સર્ટી તેની સુટકેસમાં પડ્યા પડ્યા ધૂળ ખાતા'તા. એની પાસે ડીગ્રી નહોતી પણ એનું જીવન ફૂલી પાસ હતું. પણ તો પછી શા માટે રમીલા માસી રડે ? કેમ કે "વો માઁ તો હો જાતી હૈ ગુમસુમ - ઉસે દેખ આંખે ભર આતી હૈ, જીસકે બેટે જાતે હૈ જંગ ફતેહ કરને ઔર લૌટ કર ઉનકી સિર્ફ ખબર આતી હૈ" રાજુ કંઈ જંગ જીતવા ન્હોતો ગયો, પણ તે જિંદગીની જંગમાં જીવ હારીને પણ કેટકેટલાંય "દિલ" જીતી ગયો. હવે અનિરુદ્ધ મહેરાના શબ્દોમાં જ આ સ્પીચ સાંભળીએ.
સમય: સાંજે 5 વાગ્યે
સ્થળ: અરવિંદભાઈ મણીયાર હોલ, રાજકોટ
અનિરુદ્ધ મહેરા, મેજર જનરલ ઓફ ઇન્ડિયન આર્મી તે દિવસે રાત્રે રાજકોટ પોતાની જન્મેલ દીકરીને પહેલી વાર હાથમાં રમાડવા માટે આવી રહ્યાં હતાં. આ માહિતી લીક થતા આતંકવાદીઓએ તેમને ક્લીન બોલ્ડ કરવાનો પ્લાન ઘડી લીધેલો; વળી મેજર કોઈ પણ જાતના હથિયાર વિના ભાડે ટેક્ષીમાં મુસાફરી કરતાં હતાં. લક્ષ્મી આવ્યાના આનંદમાં ડૂબેલી એ ચકોર આંખો પણ ટેક્ષી ડ્રાઈવરના વેશમાં દુશ્મનને ઓળખી ન શકી. એક અવાવરું જગ્યાએ મેજરને હૃદય પાસે ગોળી મારી ડ્રાઇવર ને તેના સાથીઓ ભાગી છૂટ્યા. સદનસીબે તે જગ્યાએથી જ રાજુ ડ્રાઇવરની એમ્બ્યુલન્સ પસાર થતી હતી અને અંદર બેઠાં'તા ડૉ.પ્રવીણ પટેલ અને ડૉ.પરિતોષ પંડ્યા આ બંને ડોક્ટરને ખૂબ અગત્યની મિટીંગ માટે અમદાવાદ જવાનું હતું પણ મેજરની ગાડી જોઈ તેઓ થોભ્યા, ગોળી હૃદય પાસે વાગી હતી પણ લોહી ઘણું વહી ગયું હતું. કોઈપણ વિચાર કર્યા વગર મેજરને એઇમ્સમાં જ દાખલ કરવા પડે; પણ એ તો થયો બીજો છેડો. રાજુ અને મેજરનું લોહી મેચ થતું આવ્યું, એટલે તાત્કાલીકને ધોરણે લાઈવ બ્લડ ટ્રાન્સફર કરવામાં આવ્યું. એમ્બ્યુલન્સ આઘે જવાની હતી અને ડોક્ટરો પણ પરગજું હતાં એટલે આવી જ કોઈ બીનાનો વિચાર કરી વેન્ટીલેટર પણ સાથે રાખેલું, મેજરને ઓક્સિજન આપવામાં આવ્યું, પણ હૃદય નબળું પડી રહ્યું હતું. બ્લડ પમ્પિંગ ધીમું બની રહ્યું હતું, ત્યાં એક જગ્યાએ એમ્બ્યુલન્સ પાર્ક થઈ, ડોકટરોને નવાઈ લાગી, રાજુને ઉતાવળ કરવાનું કહેવા માટે બારી ખોલી પણ રાજુ ન મળે. 10 જ સેકન્ડમાં બારણે ટકોરા દેતો રાજુ સામે ઊભો હતો. ડોકટરોને એણે કાનમાં કંઈક કહ્યું અને 2 કલાક પછી મેજર મહેરા એઇમ્સના બેડ પર આંખો ખોલે છે ત્યારે તેમની સામે હોય છે દીકરીનું હસતું મોઢું અને પડખે રમીલા માસી. રાજુએ પોતે પોઇઝનનું ઇન્જેકશન લેવડાવીને પોતાનું હૃદય મેજરને ડોનેટ કરી આપવાનું કહ્યું અને વિલમાં પોતાની માઁ ના નામે પોતાની બંને સ્વસ્થ કિડનીઓ કરતો ગયો. આ રાજુ ડ્રાઈવરને છાપાવાળા કર્ણ સાથે સરખાવી શકે, હું તો તેને અતુલ્ય માનું છું, આજે એ દુનિયામાં નથી પણ હૃદય બનીને ધબકે છે મારામાં, એણે મને ખાલી તે દિવસે હાર્ટ નહિ, એક માઁ પણ આપેલી, મારુ સર્વસ્વ; મારી દીકરીનું મોં પણ હું એને લીધે જ જોવા પામ્યો છું. ગળગળા થતાં મેજર માઈક સામેથી ખસી ગયાં. ને સ્પીચ સાંભળવા આવેલા રમીલા માસીને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે !
