STORYMIRROR

Krutagna Pandya

Abstract Romance

3  

Krutagna Pandya

Abstract Romance

પડઘો

પડઘો

3 mins
169

આ વાર્તા નથી, આ જીવન છે. ઘણીવાર એવું થતું હોય છે કે "કહીં દઝૅ નહિ નામ ઉસ શખ્સ કા જો જીતે જી કિસી કહાની કા કિરદાર હો ચલા." કોઈકનું જીવન દંતકથા જેવું હોય છે, કોઈનું પરીકથા જેવું. પણ હું હંમેશાથી લખતો આવ્યો છું કે "જો કલ્પનાઓ મેં હૈ ઉસસે હૈ ઇતની મહોબ્બત; કી હકીકત વાલી સદા દુસરી રહેગી." એનું આગમન પણ મારી જિંદગીમાં એવુંજ રહ્યું, કોઈ બ્લોકબસ્ટર મુવીનું ટ્રેલર જોયા પછી જેમ પિક્ચર જોવાની તાલાવેલી થાયને તેમ એ 1 મહિનાના વેઇટિંગ પીરીયડ પછી મને મળી. પણ આ શું ! એ બ્લોકબસ્ટર ફિલ્મ તો ફ્લોપ નીકળી.

શું થયું ? ચાલો વાત કરીએ.

સ્કૂલ અમારી કો-એડ ન્હોતી, છોકરાઓ અને છોકરીઓને અલગ અલગ ભણવાનું, કલાસ પણ અલગ, ફ્લોર પણ અલગ, અને આવવા જવાના ગેટ પણ અલગ. પણ સ્કૂલવાળું જ કોઈ પાયલ પહેરીને ઘાયલ કરી જાય અને શાયર બનાવી ગયું એવી એક ઘટના ઘટી. એક ધાર્મિક મેળો યોજાયો એમાં બધાં વિદ્યાર્થીઓએ ફરજિયાત મુલાકાતે જવાનું હતું, સ્કૂલ તરફથીજ. સવારે 7 વાગ્યે અમારી બસ ઉપડી અને આગળ ચાલતી બસમાં કોઈ બેઠું હતું જે મને વશ કરી જશે એ મને પણ ન્હોતી ખબર. ત્યાં પહોંચ્યા પછી એ બસમાંથી ઉતરી, હું આમ-તેમ નજર ફેરવતો, ભાઈબંધ જોડે ગપાટા લગાવતો ઊભો હતો પણ મારી નજર ત્યાં જ સ્થિર થઈ ગઈ. નવેમ્બરનો મહીનો હતો એટલે ઠંડીની શરૂઆત થઈ ગયેલી. એણે પર્પલ કલરનું જેકેટ પહેરેલું જેના પર લાલ ડોટ્સ ડિઝાઇન કરેલા હતાં; આગળ જતાં એક વર્ષ પછી મને એવુંજ જેકેટ પહેરેલી એક છોકરી રસ્તામાં મળી જેને સોનાનો ચેઇન આપીને પણ મેં એની પાસેથી એ સેમ ટૂ સેમ જેકેટ ખરીદેલું... નામ ન્હોતું આવડતું, પણ કામ તો હવે એકજ હતું, એને ચાહવું. એ જ્યાં જતી હતી અમે ત્યાં જ પહોંચી જતા હતા કે અમે જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં ભગવાન એને મોકલી દેતા હશે !? કેમ ખબર. પણ એ પહેલી નજરનો પ્રેમ હવે હૃદયપટ પર છવાઈ ગયેલો. એનું એક જ વર્ણન મારી પાસે, પર્પલ જેકેટ. ના ચહેરો યાદ, ના નામ ખબર, બસ એક જ એંધાણી હતી. ઘરે પાછા ફર્યા પછી તો ક્યારેય પાછા મળવાના જ ન હતાં તેવી ખાતરી હતી; છતાં મારી કલમ અને કલા એના પર મોહી પડી હતી. અને 1 મહિના પછી એક દિવસ હું કલાસીસમાં ભણી રહ્યો છું, અને કોઈ નવું સ્ટુડન્ટ આવીને બારણું ખખડાવે છે. ડિસેમ્બરનો મહિનો એટલે અફકોર્સ ઠંડી નવેમ્બર કરતાં પણ વધારે હશે, અને મેં મારી એ એંધાણી ને ઓળખી લીધી. પર્પલ જેકેટ, હા, એજ છોકરી; જે કલાસીસમાં હું ભણતો ત્યાં આવી, એ પાઠ્યપુસ્તકના પાના ભણવા આવેલી પણ મેં તો જાણે પ્રેમની પાઠશાળામાં એડમિશન લઈ લીધું ! એ છેલ્લી બેન્ચવાળી અને હું ટોપર, પાછો શરમાળ પણ ખરો, વાત જ ન કરી શક્યો એની સાથે. એનું નામ ક્રિશા હતું એ પણ ત્યારે જ ખબર પડી. 3 દિવસ પછી જાણવા મળ્યું કે એને એક બોયફ્રેન્ડ ઓલરેડી છે. અને આમ પણ હું ઇશ્કનો ઇઝહાર કરવા ન્હોતો ઇચ્છતો, હું ન્હોતો ઇચ્છતો કે એ મારા પ્રેમને ઠુકરાવી દે અને હું એને નફરત કરું. મને મારો એકતરફી પ્રેમ વ્હાલો હતો અને એને પણ ક્યાંક ક્યાંક ખબર હતી કે "આઈ લાઈક હર" પણ પછી.. ના બોલે તુમ, ના મૈને કુછ કહા ! આજનો વિષય 'પ્રેમ કે દોસ્તી' આ બંનેમાંથી એક પસંદ કરવું પડે એવી પરિસ્થિતિ બબ્બે વાર ઊભી થઈ. પણ જ્યાં દોસ્તી હોય ત્યાં પ્રેમ હોય જ છે ને ! સો, ધ ફ્રેન્ડશીપ વૉન. મારા દોસ્તને પણ તે ગમતી અને આમ પણ તેનું પહેલાં બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયેલું. એને પણ મારો દોસ્ત ગમતો. મેં મૌન રહીને એમની મોહબ્બતને માર્ગ કરી આપ્યો, અને જો હું મારો પ્રેમ વ્યક્ત કરી દેતે તો કદાચ એ દોસ્તી પણ તોડી નાખશે તો ? આ 'તો' એ જ મને હંમેશા બોલતો અટકાવ્યો છે, હું ખામોશ રહું છું; આ તો પર વિચાર કરીને અને પછી લખું છું દિલની વાત ઉપનામ 'આવાઝ' રાખી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract