STORYMIRROR

Krutagna Pandya

Romance Fantasy

4  

Krutagna Pandya

Romance Fantasy

ખોવાયેલા પત્રો

ખોવાયેલા પત્રો

2 mins
373

"આજે ફરી બધી મીટીંગ્સ કેન્સલ કરી નાખી ? 3 વર્ષ થઇ ગયાં આઈશા. હવે તો સ્વિકારી લે. જયારે કોઈ કાગળ લખવાવાળો જ નથી રહ્યો તો પત્ર કેમ આવશે ? દર વર્ષે તું આજના દિવસે અહીં ઉંબરે બેસી જાય છે. કંઈ ખાતી-પીતી પણ નથી અને બસ રાહ જોયા કરે છે કોઈ પંખીની. પ્રેમનો સંદેશો લઇને આવતા કોઇ સફેદ કબૂતરની ! શાને છેતરે છે ખુદને ?"

આહલાદ પૂછતો હતો. અને આઇશા એજ પ્રેમમગ્ન સ્થિતીમાં બેઠી હતી. એનો પડછાયો પણ સાક્ષાત આવીને એક વાતની સ્પષ્ટતા કરી દેવા માંગતો હતો કે કૃતાંક નથી રહ્યો હવે. એ ભૂતકાળ થઇ ગયો છે.

***

આઇશા અને કૃત્તાંક; આ બને કોલેજની દીવાલ ઉપર ચીતરેલા કે છેલ્લી બેન્ચ પર કોતરેલાં નામ ન્હોતા. આ તો હોઠે હોઠે વસેલું અને નજરે નજરે જોયેલું જોડું હતું. કોલેજના પ્રોફેસરો, કલાસમેટ્સ, શેરીની માસીઓ અને નાકા પર બેસેલા કાકાઓ, અરે બંનેના પરિવાર સીખે આ સબંધથી રાજી હતાં. પણ આઇશા અને કૃતાંકને લગ્ન ન્હોતા કરવા. કે ન્હોતું જિંદગીભર સાથે રહેવું. એવું પણ ન્હોતું કે પ્રેમ ન્હોતો; અરે એકબીજા વિના તો મરી પણ ન શકે એવો પ્રેમ હતો. પણ બંનેને કોઈ કંઈ પૂછે તો એકજ જવાબ મળતો.. "તમને નહીં સમજાય"... અને લોકો ખરેખર ન સમજતા. આજે સાત વર્ષ થઇ ગયા એ વાતને, વર્ષમાં માત્ર એક વખત બંને એકબીજાને એક પત્ર મોકલતા. કોઈ નામ, સરનામાની જરૂર નહીં. કોઈ અક્ષર પણ નહીં.. બસ એક કોરો કાગળ અને એકજ કબુતર આટલાં વર્ષોથી આ પત્ર લઇ જતું. પણ છેલ્લાં ત્રણ વર્ષમાં આ કબુતર ન તો આઈશાના દ્વારે ડોકાણુ હતું કે ન તો તેણે કૃતાંકની ખડકી ખખડાવી હતી. પેલાં પ્રેમી પંખીડાઓ તો બંને અધીર બનીને ઊભા છે ચિઠ્ઠીની રાહમાં. પણ પેલાં કબુતર સિવાય કોઈને સરનામું પણ ક્યાં ખબર છે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance