STORYMIRROR

Krutagna Pandya

Children Stories Classics

3  

Krutagna Pandya

Children Stories Classics

રાજુભાઈ રીક્ષાવાળા

રાજુભાઈ રીક્ષાવાળા

2 mins
223

હંમેશા ઘરની બહાર સુઘી આવે પણ ક્યારેય અંદર પગ ન રાખે. જેને કોઈ આવો પણ ન કહે, ન પાણીનું પૂછે. ઘરની ન હોવા છતાં ઘર સુઘી આવતી વ્યકતિ અને ઘરના આનંદને રોજ આંગણ સુઘી મૂકી જતી વ્યકતિ. જેની સાથે સંબંઘ ન હોય છતાં લાગણી જેવું લાગે. એવાં રિક્ષાવાળાઓ હવે લગભગ લુપ્ત થવાના આરે છે.

રિક્ષાની જગ્યા વેન અને વેનની જગ્યા સ્કૂલ બસ લેતી જાય છે, બસના સ્ટોપ હોય છે જ્યારે રિક્ષાના તો વિસામા હોય છે. કદાચ સ્પેસ મેનેજમેન્ટનો લેક્ચર MBA કોલેજમાં રાખવામાં આવે તો એમને ગેસ્ટ ફેકલ્ટી તરીકે બોલાવવા પડે. 3ની સીટમાં 7 સમાડવા એમને ફાવે. શિક્ષક વિદ્યા આપવાનું કામ કરે પણ ગુરુ-ગોવિંદ સુઘી પહોંચાડતા ગોવિંદભાઇ, રાજુભાઈ, પ્રવીણભાઇ, જગદીશભાઇ, હિતેશભાઇ અને આવા અનેક "રીક્ષાવાળા ભાઈઓને" આંગણી ચિંધવાનું પુણ્ય દરરોજ મળે છે. સ્કુલેથી વહેલાં તેડી જવા માટે ફોન થાય તો, પપ્પાથી પહેલાં આ કાકાને જાણ કરવામાં આવે. તમે સ્કૂલે ન જવાના હો તો ઘર બહારથી હોર્ન મારીને નીકળી ન જાય, પણ પૂછે, કે શું થયું ? તબિયત તો બરાબર ને !

તોફાની ટાબરિયાઓને સાચવવાનો સર્ટિફાઇડ કોર્સ કર્યો હોય તેમ બધાંને સીધાં રાખે. એમનાં ચહેરા પરની મોજ જોઇ છે ક્યારેય ? આ હું ખાતરીથી અને લેખિતમાં કહી શકું છું કે સ્કૂલ મુક્યાના 10 વર્ષ પછી જો સામે ટીચર મળે ને તો ઘણા મોઢું ફેરવી લેતાં હોય છે; પણ સામે રીક્ષાવાળા કાકા મળે તો એમને ઊભા રાખીને ચક્કર મારવાનું મન 100% થાય. બસમાં બેકસીટ માટે બાજતા છોકરાઓને એક સીટમાં એડજસ્ટ થવાની એક્સાઇટમેન્ટ ક્યારેય પણ ફીલ નહી થાય એનો અફસોસ છે.  


સામગ્રીને રેટ આપો
લોગિન