Purvi Vyas Mehta

Others

3  

Purvi Vyas Mehta

Others

સપનું

સપનું

2 mins
488


ધરાબેન વરંડામાં બેઠા હતા. સવારની ચ્હા પીતા પીતા ન્યુઝપેપર વાંચી રહ્યા હતા.

આખું ન્યુઝપેપર પેલા નરાધમોએ આચરેલા કૃત્ય અને એની ભોગ બનેલી નિર્દોષ સગીરાના સમાચારની વિગતોથી ભરેલું હતું. ધરાબેનની મનોદશા એ દરેક સ્ત્રી જેવી હતી જે આજે આ કહેવાતા સભ્ય અને સંવેદનશીલ સમાજમાં પોતાને લાચાર અને બેબસ અનુભવી રહી હતી. એ નરાધમો પ્રત્યેનો આક્રોશ, ઘૃણા , તિરસ્કારની સાથે સાથે એ સગીરા અને એના પરિવારજન પ્રત્યેની સહાનુભૂતિની લાગણીથી એમનું મન વિચલીત હતું. એમણે ગુસ્સામાં પેપર વાળી ટેબલ પર મુક્યું. ચ્હાનો કપ મોઢા સુધી પહોંચ્યો જ હતો ને પાછળથી એમની છ વર્ષની દીકરી ઇશાએ આવી મમ્મીના ગળે હાથ વીંટાળીને ધરાબેનને મોર્નિંગ કીસ આપતા કહ્યું, "ગૂડ મોર્નિંગ મમ્મા". ધરાબેને તરત કપ બાજુ પર મુકી એનો હાથ પકડી પોતાના ખોળામાં બેસાડતા કહ્યું, "વેરી ગૂડ મોર્નિંગ બચ્ચા" અને એના ગાલ પર મીઠું ચુંબન કર્યું. મા-દીકરી એકમેકને વ્હાલ કરતા રહ્યાં. ઈશા ધરાબેનની છાતી પર માથું મુકી સુતી હતી. ધરાબેન એનાં માથે હાથ ફેરવતા હતા. ઈશા એકદમથી ધરાબેનની સામે જોઈ બોલી," મમ્મા, યુ નૉ...આજે મને એક સપનું આવ્યું. તમે બધાં મને ડરપોક કહો છો ને... બટ.. આજે મને અંધારાથી જરાય ડર ના લાગ્યો" ધરાબેને એની વાતમાં રસ બતાવતા કહ્યું, "એમ? શું વાત કરે છે? અરે વાહ! મારી દીકરી નીડર થઈ ગઈ..." ઈશા તરત બાલી પડી, " હા, પણ સપનામાં". ધરાબેન એની નિર્દોષતા જોઈ હસી પડ્યા. એ બોલ્યા, "સપનું તો હમેશા સાચું પડે." "યા...આઈ નૉ.. સવારનું સપનું હમેશા સાચું પડે...હે...ને...મમ્મા?" ધરાબેને માથું હલાવી 'હા' કહ્યું . "પણ...તારું સપનું તો કહે મને?"


ઈશા હરખભેર ધરાબેનના ખોળામાંથી ઊભી થઈ સામેની ખુરશી પર જઈ પલાઠી વાળી બેસી ગઈ. ધરાબેનને ખુરશી પોતાની તરફ નજીક કરી એનો હાથ પકડી બોલ્યા,"હા...શું હતું તારું સપનું?"

"મમ્મા, મને હમણા સવારે જ એવું સપનું આવ્યું કે આપણે બધાં ફરવા ગયાં હતાં અને હું ખોવાઈ ગઈ. આખી રાત મેં તમને શોધવામાં કાઢી અને તમને શોધી પણ લીધાં...બોલો... હું અંધારાથી બિલકુલ ડર્યા વગર એકલી આખી રાત રસ્તાઓ પર તમને શોધતી રહી. મને કાંઈ જ ના થયું. મને કોઈનો જ ડર ન હતો."


આ સાંભળતા જ ધરાબેને ઈશાને બાથમાં ભરી લીધી... અને આખું વાતાવરણ નિ:શબ્દતામાં થીજી ગયું!


Rate this content
Log in