સોશ્યલ મીડિયાથી જીવનની શરૂઆત
સોશ્યલ મીડિયાથી જીવનની શરૂઆત
પરી બારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તેમના ઘરની સ્થિતિ સાવ સામાન્ય. ભણવામાં ખૂબ જ હોંશિયાર. દર વર્ષે પ્રથમ નંબરે પાસ થાય. શિષ્યવૃત્તિ મળે. પરંતુ હવે બાર ધોરણ પછી અભ્યાસ કરવા ખર્ચ વધે. એ ખર્ચ પૂર્ણ કરવા રૂપિયા લાવવા ક્યાંથી?
અભ્યાસ માટે પિતાજીએ એક મોબાઇલ લઈ આપ્યો હતો. એ મોબાઈલમાં તેણે રસોઈની વિવિધ વાનગીઓનો રેસિપી પોસ્ટ કરી. તેના દ્વારા થોડી આવક થઈ. આ ઉપરાંત તેને લેખનનો શોખ હતો. તેણે વાર્તા,કવિતા, નવલકથા વગેરે લખી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ઈનામ રૂપે શિષ્યવૃત્તિ મેળવી.
"આવ્યો જમાનો મીડિયાનો
નવો નવો જમાનો મીડિયાનો
વોટ્સએપ ને ફેસબુકથી મિત્રતા થાય
નવી નવી સ્પર્ધાની મળે તક
આવ્યો આવ્યો જમાનો મીડિયાનો."
આ સિવાય પણ સોશ્યલ મીડિયામાં આવતી ઘણી બધી સ્પર્ધામાં ભાગ લઈ આવકનો એક નવો સ્ત્રોત ઉભો કર્યો. ભણતરની સાથે સાથે ભણતર ખર્ચ સોશ્યલ મીડિયાની મદદથી મળતા તેને આગળ ભણવાની તક મળી. નવું નવું જાણવાની ઈચ્છા પૂર્ણ થઈ.
