Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Mitesh Ahir

Abstract Drama Inspirational


3  

Mitesh Ahir

Abstract Drama Inspirational


"સોશ્યલ મિડીયા અને સ્ટેટસ"

"સોશ્યલ મિડીયા અને સ્ટેટસ"

4 mins 7.1K 4 mins 7.1K

''સોશ્યલ મિડીયામાં

સ્ટેટસની બોલબાલા"

-----------------------

સમજીને વાપરો તો સોશ્યલ મિડીયા કાંઇ ખોટું નથી. એ વાત આ પહેલાં પણ કહી ચુકયો છું ને આજેય ફરી દોહરાવું છું. આજે વાત કરવી છે ફેસબુક અને વોટસ એપ પરનાં સ્ટેટસ ફિચર્સની. ડી.પી. થી સ્ટેટસ થોડું અલગ પડે છે એ વાત ઉપયોગ કરનારાં તો બધાં જાણતાં જ હશે. ડી.પી. માં ફકત એકાદ ઇમેજ મુકી શકાય છે અને જ્યાં સુધી બદલાવીએ નહીં ત્યાં સુધી સ્થાયી રહે છે. જયારે સ્ટેટસમાં વધુ સંખ્યામાં ઇમેજ પણ મુકી શકાય અને ટુંકી ઓડીયો કે વિડીયો ક્લિપ પણ મુકી શકાય છે.

સ્ટેટસમાં જે કંઇ ચડાવો તે બધું ચોવીસ કલાક સુધી સ્થાયી રહે છે અને બાદમાં આપોઆપ ડીલીટ લાગી જાય છે. સ્ટેટસનો મોટો ફાયદો જ અે છે કે સંખ્યાબંધ ઇમેજ કે ક્લિપ ચડાવવાની તક મળે છે ને એ પણ બીજા દિવસે આપોઆપ ડીલીટ લાગી જવાથી ફરી કંઈક નવું ચડાવવાં સ્પેસ મળી જાય છે.

મતલબ હૈયામાં કે મગજમાં જે કંઇ ઘુમરાતું હોય એ ક્રિએટીવ બધું જ તમે સ્ટેટસમાં મુકી શકો છો. જો આવડત હોય તો અલગ અલગ ફોટાઓ જોડી બેકગ્રાઉન્ડમાં તેને લગતું ગીત સેટ કરી ધાર્યો સંદેશો બીજા સુધી પહોંચાડી શકાય છે. જો કે ગમે તે અપલોડ કરી દેવાનો મતલબ એવો નથી કે કંઇપણ ફાલ્તુ હોય તેેને સ્ટેટસમાં મુકી દેવું! કેમ કે, તમારૂ સ્ટેટસ જ તમારી ખરી ઓળખની ચાડી ખાય જાય છે.

સ્ટેટસની દુનિયામાં મોટો ફાયદો એ રહે છે કે અપલોડ કરનાર અને જોનાર એમ બન્ને માટે સારી સુવિધા ઉપલબ્ધ છે. તમે જે કંઇ ચડાવ્યુ હોય તે કોણે કોણે અને કેટલાં વાગ્યે જોયું તે જોવાં મળે છે ને જોનારાઓ માટે પણ સારી સુવિધા એ રહે છે કે કોઈપણ એક સ્ટેટસ તમે ઓપન કરો એટલે તેનાં પછીનાં અપલોડ થયેલાં તમામ સ્ટેટસ આપો આપ ઓપન થતાં રહે છે. જો કે અહીં એક મર્યાદા એ બની રહે છે કે જેઓનાં નંબર કોન્ટેક લીસ્ટમાં સેવ હોય તે લોકો સ્ટેટસ જોઇ શકે છે.

ઘણી વખત ગ્રુપમાં કે વ્યકતિગત મોકલાતાં ગુડ મોર્નીંગ, હેવ એ નાઇસ ડે જેવાં મેસેજ કોઇને ત્રાસરૂપ બની રહેતાં હોય છે. ત્યારે કોઇને તકલીફ ન આપવી હોય તો આવું બધું રોજે રોજ સ્ટેટસમાં ચડાવી દેવાનો વચલો રસ્તો વધુ યોગ્ય બની રહે છે. જેને રસ હોય તે લોકો આપણું સ્ટેટસ જોતાં રહેશે અને એમાં પણ સામો જવાબ વાળવાની તક તો મળે જ છે.

એજ રીતે માનો કે તમે ક્યાંય ફરવાં ગયા છો તો ત્યાંના સીન સીનેરી તમારાં સ્વજનોને કે મિત્રોને વ્યકતિગત મોકલવાને બદલે સ્ટેટસમાં ચડાવી દેવાં વધુ સરળ રહે છે. પ્રવાસનું રોજે રોજનું અપડેશન સ્ટેટસનાં મુકીને અન્ય લોકોને પણ તમારાં પ્રવાસની અનુભુતી કરાવી શકાય છે.

દિકરા કે દિકરીનો જન્મદિન હોય તો સ્ટેટસનાં માધ્યમથી ડેડીકેટ કરી શકાય છે. એટલું જ નહીં કોઇ સાથે બાજી બગડી હોય તો તેને સુધારવામાં પણ સ્ટેટસ મદદરૂપ બને છે. માનો કે સવારે પત્ની સાથે જીભાજોડી થઇ હોય તો ઓફીસે બેઠાં બેઠાં એવું કોઇ ગીત કે યાદગાર ફોટાઓ સ્ટેટસમાં મુકી દયો એટલે વાત પુરી. પત્ની તેને જોયને પીગળી જાય ને સાંજે તમે ઘરે પહોંચો તો સમાધાન થઇ જાય. બોલો છે ને કમાલની વાત. પ્રેમી હૈયાઓ પણ સ્ટેટસનો ભરપુર લાભ ઉઠાવે છે. આગળ કહ્યુ એમ સાંકેતિક ભાષા, દ્રશ્યો કે ગીત પંકતિઓથી કામ ચલાવાય છે.

અત્યાર સુધી વોટસ એપ ગ્રુપ કે એફ.બી. ગ્રુપનું બહું ચલણ વધ્યુતું. ગ્રુપમાં કંઈ પણ કન્ટેન્ટ મુકી દઇએ એટલે બધાં સભ્યો જોઇ લેતાં. અમુક મિડીયાનાં લોકો ન્યુઝનું અપડેટ સતત મુકવાં અાવાં ગ્રુપ ચલાવતાં. પણ હવે સ્ટેટસનાં ખરાં ઉપયોગની જાગૃતિ આવી ત્યારથી આવાં ગ્રુપોનું વિસર્જન થવા માંડયુ છે. હવે આજ પ્રવૃતિ નિયમિત સ્ટેટસનાં માધયમથી થવા લાગી છે. મોટાં મોટાં લેખકો અને વિચારકો પણ પોતાનાં રચિત કવોટસ કે લખાણો સ્ટેટસમાં મૂકતાં થયાં છે.

વોટસ એપ કે એફ.બી.માં તમે કંઇપણ મુકો તો ગમે તે વ્યક્તિ ડાયરેકટ જ ઉઠાવીને પોતાની રીતે ગમે તેને મોકલી શકે છે. જયારે સ્ટેટસમાં જે કંઇ મુકો તે ડાયરેકટ કોઇ કોપી પેસ્ટ કે ફોરવર્ડ નથી કરી શકાતું. સ્ટેટસમાં તમે કંઇ મૂકયું ને કોઇને ગમી જાય તો એણે પર્સનલી તમને મેસેજ કરીને માંગણી કરવી પડે છે. મતલબ બાજી તમારાં હાથમાં રહે છે. સ્ટેટસનું આ એક જમા પાસુ ગણી શકાય. જો કે આમાય હાથવાટકી જેવો વહેવાર ચાલતો હોય છે. કયારેક તમારાં સ્ટેટસમાં મુકાયેલ કોઇ તમારી પાસેથી માંગે છે ને કયારેક સેન્ડ મી લખીને તમે એની પાસેથી માંગી શકો છો. બોલો છે ને સ્ટેટસની વાત કઇક જમાવટવાળી.

તો વાટ શું જુઓ છો, મંડી જાવ આજથી જ સ્ટેટસની દુનિયાને પલટવા. બેસ્ટ ઓફ લક

(સોશ્યલ મિડીયાનું સોશ્યલ મિડીયાને જ અર્પણ)

અસ્તુ!


Rate this content
Log in

More gujarati story from Mitesh Ahir

Similar gujarati story from Abstract