સોરી મમ્મી
સોરી મમ્મી


મમ્મી હું તને સોરી કહેવા આવી છું.
કેમ બેટા સોરી? અને એ પણ મને!!! શું થયું એવું ? કંઈક વસ્તુ જોઈએ છીએ કે પપ્પા જોડે કઈ રજા માંગવી છે?
ના મમ્મી, એના થી પણ વધારે આજે તને સોરી કહેવું છે. સોરી એટલા માટે કે મને આ લોકડાઉન માં ખબર પડી કે તું કેટલું કામ કરે છે. તું અમારી એક બુમે તરત જ ઊભી થઇ જાય છે. અત્યાર સુધી તો ખબર જ નહોતી કે એક માં, પત્ની, દીકરી ને બહેન ઘરના કેટલા બધા કામ કરે છે. જેથી અમે શાંતિ થી ઘરમાં હરીફરી શકીએ. કઈ પણ બોલ્યા વગર કઈ પણ શિકાયત વગર બધું જ હસતા ચહેરે સ્વીકારી લે છે. મમ્મી તું અમારું ધ્યાન રાખવા માટે અમારી ફરમાઈશ પુરી કરવા માટે સાવરે વહેલા, બપોરે, સાંજે ને રાત્રે રસોડામાં ગરમીમાં પણ ખુબ જ પ્રેમ થી જમવાનું બનવે છે. અને કોઈક વાર તો રાતનાં 12 વાગે પણ. છતાં એ નજરઅંદાજ કરી ને જો કોઈ દિવસ સ્વાદમાં આમ તેમ હોય તો 2-4 વાતો પણ સંભળાવી દઈએ છીએ. પોતાની ઈચ્છાઓ ને દબાઈને ચહેરા પર ખુબ જ પ્રેમ રાખી ને અમને બધી જ મુસીબત સામે લડવાની તાકાત આપે છે. મારો મૂડ ખરાબ હોય તો હું તારા કોઈ પણ વાંક વગર તારા પર ગુસ્સો કે ઊંચા અવાજ થી બોલું છું. છતાં તારા મુહ માંથી બેટા સિવાય કઈ જ પણ નથી નીકળતું. મારાં ખરાબ વર્તન હોય તો પણ હું તને સોરી નથી કહેતી. અને તુ મારાં મૂડ, સ્વભાવ, તબિયત નું પણ ધ્યાન રાખી ને મારી સાથે વર્તે છે. અને તારી ભૂલ ના હોવા છતાં ખબર નથી તે કેટલી વાર મને સોરી કહ્યું હશે. આજે હું તમે કહ્યું છું. મમ્મી સોરી... અને મમ્મી થૅન્ક યુ... મારી તાકત બનવા, મારી દોસ્ત બનાવા, મારી છાંયા બનવા, મને આ સુંદર દુનિયા માં લાવવા માટે. અને સૌથી મોટી વાત, મારી મમ્મી બનવા. આઈ લવ યુ સો મચ !