સોમુ
સોમુ


રામપુર ગામના નાકા પર હરીજનવાસ. આખા ગામની ગંદકીનું જાણે મુકામ. ત્યાં નાના સરખા ઝૂંપડામાં સોમુ રહેતો. આશરે ૧૦ ૧૨ વર્ષની વયે ટૂંકી ચડ્ડી પહેરીને હાથમાં નાની ચાની કીટલી ઝૂલાવતો ચા પીલો ચા પી લો ની બૂમો પાડતો નીકળી પડતો. એના ઘરની નજીક ચાની લારી હતી. ચાની લારીવાળો સોમુ ને રોજ ચાની કીટલી ફેરવવાના 20 રૂપિયા આપે. પણ હરીજનવાસની બાજુમાં એક મોટા ઝાડ નીચે બધા જુગારીઓ અડ્ડો જમાવે. ચાની લારીવાળો એને ત્યાં ચા આપવા માટે મોકલે. સોમુને તેની રોજની કમાણી કરતા બમણા રૂપિયા જુગારીઓ આપતા. 'પોલીસ આવે તો સિસોટી વગાડજે 'એમ પણ કહેતા.
સોમુ બપોરેે 20 રૂપિયા લઈને ઘેર જતો પણ તેના હાથમાંં પૈસા રહેેતા નહીં. તેના ચાના રૂપિયામાંથી તેનો બાપ દારુ પી જતો. રૂપિયા ક્યારેક તેેની માતાના હાથમાં આવી પડે તો પાંચેક રૂપિયાનું બિસ્કીટનું પડીકુ સોમુનેે લાવી આપતી. સોમુ ને તેની મા ઘણીવહાલી લાગતી. પણ બાપ પર ઘણો ગુસ્સો આવતો. ક્યારેક પથ્થર મારીને માથુંં ફોડી નાખવાનું મન પણ થતું પણ તેમ કરતો નહીં. તેનું ભણતર તેેના દારૂડિયા બાપના લીધે બગાડયું હતું. ચોથી ચોપડી ભણાવીનેે સોમુને ઉઠાડી લીધો. અને ચાની કીટલીએ વળગાડી દીધો.
'બાપુ મારે નિહારે જાવું છે, બાપુુ મારે નિહારે જાવું છે.'
રોજ સવારે રટ લ્ઈને બેસતા સોમુ ને તેનો બાપ મારતોય ખરો !
એકવાર રમતેે ચડેલો સોમુ ચાની કીટલી ફેરવવા ન ગયો. તેના બાપને બપોરે દારૂ પીવાના રૂપિયા મળ્યા નહીં. એટલે એનો પિત્તો ગયો. એને સોમુને બહુ માર્યો.
તે ખાધા પીધા વિના ઓટલે બહાર જ બેસી રહ્યો.
સાંજ થતાં તેની માતા મજૂરીથી ઘેર આવી. સોમુુ ના સુઝેલા મોઢાભણી જોઈ તેના બાપને વઢી. તેને કોલર ઝાલીને શેરી વચ્ચેે ખેંચી કાઢ્યો. શેરીના બે-ચાર જુવાનિયાઓએ પણ તેને માર્યો. માતાએ
સોમુનેે પોતાની પાસે બેેેસાડયો અને માથે હાથ ફેરવ્યો.
'ચાની કીટલીએ ના જવું હોય તો ના જતો. કાલને કાલ તારો નિહારમાં દાખલો કરાવી આવુ છ. '