STORYMIRROR

Dr.Bhavana Shah

Inspirational

4  

Dr.Bhavana Shah

Inspirational

વષૅનુઅંતિમચરણ

વષૅનુઅંતિમચરણ

2 mins
327


સાગરની લહેરો અવારનવાર પિન્કીના પગને સ્પર્શી રહી હતી.ઠંડોઠંડો પવન તેના બળતાં મનને શાતા આપી રહ્યો હતો,પણ તેના વિષાદને દૂર કરવા માટે અસમર્થ હતો.તેના મતે માનવતા મરી પરવારી હતી.ભગવાન મૂક બધિર બની ક્યાંક બેસી ગયા હતાં.જે સ્વજનોથી થોડી ઘણી મદદની આશા હતી.એ પણ નિરથૅક નિવડી હતી.

    પિન્કીને સમુદ્રમાં ભળી જવું હતું.જયા તેને કોઈ જોઈ ન શકે... ! શોધી ન શકે! રોજની ટક ટકથી કંટાળીને... સહેલીઓના મહેણાં ટોણાંથી વ્યથિત થઈને એમના ટોળાને ત્યાગી ત્યાંથી નીકળી પડી છેક 

દરિયા કિનારે!.તેની કાકીના શબ્દો કાનમાં વાગી રહ્યા હતાં...'.બેન ઘસી.. ઘસીને કેટલાં ઠોબરા ઘસવાની

ને દયા ખાય -ખાયને કોઈ કેટલી ખાય જ્યાં આપણું ગજું ન ઈ હોય એવા કામ છોડી દેવા જોઈએ.'

પિન્કીને ડાન્સ કોમ્પિટિશનમા ફોર્મ ભરવું હતું પણ તેની પાસે પૂરતાં રુપિયા ન હતાં.લોકોના વાસણ સાફ કરીને જે થોડા ઘણા પૈસા આવતા એ તેનાં ઘરમાં ખર્ચાઈ જતાં હતાં.વળી નિશાળે જતી વખતે તેની સહેલીઓ પણ તેનો મજાક ઉડાવતી.આપણામા ગમે એટલી આવડત હોય પણ પૈસા વિના બધી નકામી " એક તો એવું ડહાપણ કરતી.બીજી કહેતી "તું ડાન્સ કરશે તો અમારે ત્યાં વાસણ ધોવા કોણ આવશે..રે'વાદે તારા માટે આ જ બરાબર છે." એમ પણ હરિફાઈમાં ભાગ લેવાનો આજે અંતિમ દિવસ હતોઅનેવષૅનો પણ!

  પિન્કી સમુદ્રની ભીની રેતીમાં આંગળીઓ ફેરવી રહી હતી."મેરી ક્રિસમસ" એક મીઠો અવાજ તેના કાનમાં રણક્યો.પિન્કીએ સ્હેજ ઊંચું જોયું એક નાની છોકરી તેની સામે ગુલાબ ભરેલી ટોપલી લઈને ઊભી હતી.

ટોપલીની કિનારાને ફરતે લખ્યું હતું "બન્ડલ ઓફ જોય" તેને ટોપલી હાથમાં લીધી અને તેમાંના ફૂલોપર પ્રેમથી હાથ ફેરવ્યો.એના હાથમાં એ ફૂલોની વચ્ચે મૂકેલું રંગબેરંગી કવર આવી ચડેછે. કુતૂહલતાવશ એને કવર ખોલ્યું. બરાબર ૩૦૦૦ રુપિયા હતાં.

ગઈ કાલે અજાણતા જ થઈ ગયેલી પ્રાથૅનાનો જવાબ હતો.

 લિ ભાવના શાહ 


 '



Rate this content
Log in

Similar gujarati story from Inspirational