કોઈ કામ નાનું નથી
કોઈ કામ નાનું નથી


સોહમની ઓફિસમાં એક ગોપી નામનો છોકરો ચા ની કીટલી ફેરવતો હતો. એક દિવસ સોહમની દીકરી ઓફિસમાં આવી હતી. એ ગોપીને જોઈ બરાડી ઊઠી: "ગોપી તું આ કામ કરે છે ?" ગોપી નીચું જોઈ ગયો. એ તેનાં વર્ગમાં ભણતો હતો. સોહમે ઊભાં થઈ ગોપીના માથે હાથ ફેરવ્યો અને કહ્યું : "કોઈ કામ નાનું નથી હોતું."
" સોહમ તું અહીં શું કરે છે ?" નિર્મલાએ દુપટ્ટાને હાથમાં પકડતા પૂછ્યું. મે'મ હું અહીં કામ કરું છું. સત્તરવર્ષના સોહમે તેના શિક્ષકને જણાવ્યું. એમનાં મુખ પર સ્મિત રેલાયું. એમને
કહ્યું : "બેટા કોઈ પણ કામ નાનું નથી હોતું. માનસિકતા નાની હોય છે. જીવનમાં સફળ થવા માટે નાના અને મોટા કામ બંનેનો અનુભવ કરવો જોઈએ." સોહમે પગે પડતાં સહર્ષ કહ્યું: "થેંક્યું ટીચર".