Patel Shubh

Inspirational Others Children

3  

Patel Shubh

Inspirational Others Children

સંવેદના

સંવેદના

11 mins
258


આજે આપણે જોઈએ તો આપણે દરેક વ્યક્તિમાં કે દરેક જગ્યાએ આપણે સરખામણી કરીએ છીએ. આના કરતાં આ વસ્તુ સારી ને આના કરતા આ વ્યક્તિ સારો આપણે અનેક પ્રકારે સરખામણી કરીએ છીએ. જીવન માં આ વસ્તુ જો સૌથી વધુ જો કોઈને અસર પહોંચાડે તો તે છે વિધાર્થીનું જીવન. વિધાર્થી જીવન માં ખુબજ મહેનત કરે પરિણામ લાવે તો પણ એની ખુશી ત્યારેય જ દુઃખ માં બદલાય છે જયારે આપણે તેને એમ કહીએ કે તારા કરતાં આનું પરિણામ વધુ સારું આવ્યું તારા કરતાં આ છોકરો હોશિયાર છે. મિત્રો આમ આ વાત આપણે એટલા માટે કરતા હોઈએ છીએ કે જે બાળક ઓછું પરિણામ લાવે તે વધુ લાવે અને તે જીવન માં આગળ વધે અને તે પણ સારું પરિણામ મેળવે અનેં બાળક નાં માતા- પિતા ની પણ આ જ ઈચ્છા હોય છે કે મારું બાળક હોશિયાર બને અને જીવન માં આગળ વધે.પણ એક સાચી વાત એ પણ છે કે બાળક જીવનમાં નાની ઉમરમાં ખુબજ કોમળ એની સમજણ પણ પૂરી નથી હોતી ત્યાં એને જીવનમાં હરીફાઈનો સામનો કરવો પડે છે. બાળક ને જીવન માં હરીફાઈ નો સામનો કરવા નાં લીધે તેના માં એક વાત નાનપણ થી જ ઘર કરી જાય છે કે તે કઈ પણ પરિણામ લાવે પોતાની તાકાત કરતા વધુ પરિણામ લાવે તો પણ એને જીવન માં હરીફાઈ નો સામનો કરવો પડે છે અને છેલ્લે તો એક જ વાત એને સાંભળવા મળે કે તારા કરતા આનું પરિણામ સારું આવ્યું.

આપણે કહીએ છીએ અને માનીએ પણ છીએ કે ભાર વિનાનું ભણતર હોવું જોઈએ. વિધાર્થી નો બધી જ રીતે વિકાસ થવો જોઈએ. પણ આપણે જ આપણા બાળકો ને તેમની સાચી તાકાત ને ઓળખી નથી શકતા અને તેમને હરીફાઈ માં મોકલી દઈએ છીએ. આપણે આપણા બાળક ની સાચી ઓળખ આપણે તેને મેળવેલા ટકા માંથી કાઢીએ છીએ પણ એવું જરૂરી નથી હોતું કે જે બાળક પુસ્તકિયા જ્ઞાન માં પાછળ હોય તે જીવન નાં દરેક પગથિયાં માં પાછળ હોય. હું એમ નથી કહેતો કે બાળક ને તમે વધારે પરિણામ લાવવા બીજાની સાથે તુલના નાં કરો. આપણે તુલના કરવી જોઈએ પણ એ રીતે તુલના કરવી જોઈએ કે બાળક જીવન માં જે જગ્યાએ પાછળ રહે તે જગ્યાએ તેના કરતાં આગળ ગયેલા લોકો માંથી પ્રેરણા મેળવે અને તે પોતાને તેમના આદર્શ માની ને જીવન માં આગળ વધે તો બાળક ૧૦૦% સારું પરિણામ લાવશે. કેટલીક વખત બાળક પોતાના જીવન માં મળેલી નિષ્ળતા ને પોતાનું જીવન માને છે અને તે બાળક પોતાના જીવન માં આગળ વધવાની જગ્યાએ નિરાશ થઈ ને પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે અને પરિણામે તેઓ આગળ વધી શકતા નથી.

જીવન માં માતા - પિતા એ બાળક ની સાચી શકિત ને ઓળખી ને તેને તે માર્ગ પર જવા પ્રેરણા આપવી જોઈએ. બાળક ને જીવન નાં સાચા - ખોટાનું શિક્ષણ આપવું જોઈએ. બાળક ને એ વાત નો અનુભવ કરાવવો જોઈએ કે તે પણ જીવન માં આગળ વધી શકે છે અને જીવન માં મહાન ઊંચાઈ મેળવી શકે છે. બાળક ને જીવન માં આવી રહેલી તકલીફ સામે લડવા એ રીતે તૈયાર કરવો જોઈએ કે જે પોતાની સાથે બીજાના જીવનનું પણ કલ્યાણ કરે. બીજા લોકો ને પણ સારો માર્ગ બતાવે. આપણે દરેક વખતે જોતાં હોઈએ છીએ કે બાળક પરિણામ આવે ને આપઘાત કરે છે અને તે પોતાના જીવન નો અંત કરે છે. આના પાછળનું એક જ કારણ હોય છે કે બાળક ને પોતાની સાચી શક્તિ કઈ છે તેની જાણ હોતી જ નથી અને પરિણામે તે પોતાના પરિણામ ને પોતાનું જીવન માને છે અને તે જીવન માં નિરાશ થઈને પોતાનું જીવન ટૂંકાવી દે છે. જીવન માં આપણે એક વાત હંમેશા કહીએ છીએ કે નિષ્ળતામાંથી જ સફળતાની ચાવી મળે છે. આપણા મહાપુરુષો પણ જીવન માં અનેક વાર નિષ્ફળ ગયા ને અનેક વાર નિષ્ળતા માંથી પ્રેરણા લઈને સફળતા મેળવી છે.

આપણા બાળક ને આપણે જીવન માં ખુબજ ભણાવીએ છીએ અને તેને સારી નોકરી મળે એ માટે હંમેશા આશા રાખીએ છીએ. પણ બાળક ને એ શિક્ષણ કોઈ દિવસ નથી આપતા કે તે કોઈ પણ પરિસ્થિતિ માં તે જીવન નો સાચું શિક્ષણ મેળવી શકે. જીવનની નવી ઊંચાઈ સુધી પહોંચી શકે. જીવનમાં આપણા બાળક ને આપણે એ વાત શીખવવી જોઈએ કે જે વાત શીખીને જીવનમાં આદર્શ સમાજનું નિર્માણ કરી શકે. આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે. બાળકનાં જીવનમાં ફક્ત પુસ્તકિયા જ્ઞાનથી વિકાસ નથી થતો. બાળક ને સાચું શિક્ષણ ત્યારે મળે જયારે બાળક સમાજ ને ઓળખે સમાજ માં આગવી ઓળખ બનાવે અને પોતાની સાથે તમામ સમાજનું અને દેશનું નામ દુનિયા માં રોશન કરે. બાળક ને તમે તેની નાની ઉમર માં જેટલું શીખવશો તમે બાળક ને નાની ઉમર માં જેટલા દુઃખ નો સામનો કરવાનું શીખવશો તેટલું બાળક જીવન માં આગળ વધશે અને સાચા અર્થ માં લોખંડ માંથી સોનું બનશે. આજનું બાળક આવનારા દેશનું ભવિષ્ય છે અને આપણું બાળક આવનારા દેશ નાં ભવિષ્ય ને ઉજવળ કરે તે માટે તેને નાની ઉમર થી જીવન માં આગળ વધવા માટે પ્રેરણા આપવી જોઈએ.આપણા મહાપુરુષો ની આદર્શ વાતો જીવન માં ઉતારીને સારા સંસ્કાર આપવા જોઈએ.

આપણા બાળક ને આપણે તેને નાની ઉમર જેટલું તપાવિશું એટલું જ તે આગળ જઈને સોનું બનશે. આજે આપણે જોઈએ છીએ કે આપણા બાળક ને મોબાઈલ ની આદત હોય છે. મોબાઈલ આપીએ તો બાળક ગમે તેવો રડે તો શાંત થઈ જાય. પરિણામે મોબાઈલ તેનો નશો બને છે અને મોબાઈલમાં આવી રહેલી ગેમો આપણા બાળકનાં અભ્યાસની સાથે તેની આંખો ને પણ નુકશાન પહોંચાડે છે. આપણા બાળક માં રહેલી મોબાઈલ ની કુટેવ નાં લીધે બાળક નાં માતા - પિતા પણ હંમેશા દુઃખી રહે છે. બાળક નાની ઉમર માં મોબાઈલ માં રહેલી ગેમો નાં લીધે તેનામાં વિકૃતિ આવવા લાગે છે અને તેમના સ્વભાવ પર પણ અસર આવવા લાગે છે. આ મોબાઈલ નાં વ્યસન નાં લીધે બાળક ને પોતાના બાળપણ માં રહેલી રમતો કે જે તેનો શારીરિક અને માનસિક બને રીતે વિકાસ થવામાં ઉપયોગી બને છે તે રમતો ને તે મોબાઈલ માં રમે છે અને તેનું આખું બાળપણ મોબાઈલ માં જ નીકળી જાય છે. બાળક ને આજે મોબાઈલ માં એવો નશો થાય છે કે બાળક ને તેના સ્વાસ્થ્યનું પણ ભાન નથી રહેતું અને બાળક ને મોબાઈલ ધીમે ધીમે તેના જીવન માં એવો ઘર કરી જાય છે કે તેનું જીવન મોબાઈલ પૂરતું જ સીમિત રહી જાય છે. મોબાઈલ બાળક નાં જીવન માં એવું પરિવર્તન લાવે છે કે બાળક એક મિનિટ પણ મોબાઈલ વગર રહી શકતો નથી અને મોબાઈલ માં ગેમો બનાવે છે લોકો એમને ખબર હોય છે કે આવી ગેમો બનાવીશું અને આ નવી નવી વસ્તુ લાવીશું તો જ બાળકો આપણી ગેમ ને રમશે એટલા માટે તેઓ આવી નવી વસ્તુ લાવીને બાળકોને મોબાઈલ નો નશો લગાવી દે છે પરિણામે આપણા બાળકનું જીવન મોબાઈલ માં રહી જાય છે.

મોબાઈલ નો દુરુપયોગ બાળકો નાં જીવન માં અસર કરે છે પણ એવી કેટલીક વાતો હોય છે જે બાળકો ને જીવનમાં ઉપયોગી પણ બને છે. મોબાઈલમાં આવતા સારા સત્સંગ બાળકોનાં જીવનમાં સારું જ્ઞાન આપે છે સાથે સાથે મોબાઈલ માં આવતા શિક્ષણનાં વિડિયો બાળકો ને સરકારી નોકરી હોય કે તેમને મુંઝવતા પ્રશ્નો હોય તેનું સમાધાન કરે છે પરિણામે બાળકો ને જીવન માં આગળ વધવા માટે ખુબજ સારી પ્રેરણા મળે છે. બાળકોનું જીવન આજે હરીફાઈ નાં સમય માં ખુબજ નાનું થઈ ગયું છે. બાળકો ને હરીફાઈ નાં યુગ માં એક જ્ઞાન મળતું જ નથી કે જે એના જીવન માં અમૃતનું કામ કરે. મુશ્કેલી નાં સમય માં બાળકો ને કેવી રીતે સામનો કરવો અને કેવી રીતે જીવન માં સફળ થવું તેનું સાચું જ્ઞાન બાળકો ને હોતું નથી તેથી બાળકો નાની નાની વાતો માં કે નાની નાની મુશ્કેલી નાં સમય માં આપઘાત નો રસ્તો પસંદ કરીને પોતાનું જીવન ટૂંકાવી દે છે. બાળકો ને જીવન માં આપણે એક જ વાત મગજ માં ઉતારીએ છીએ કે તારા લાવેલા ટકા જ તારું જીવન છે અને એમાં જ તું આગળ વધીશ. વાત સાચી છે પણ કોઈ પણ ટકા બાળકોના જીવન થી વધુ નથી હોતા. કોઈપણ બાળકે લાવેલા ટકા તેનું જીવન નથી હોતા. બાળકનાં અંદર એવી ગણી બાબતો હોય છે જેના પર ચાલીને બાળક સમાજ માં અને રાષ્ટ્ર માં ખુબજ પ્રગતિ કરી શકે છે પણ આપણે તે બાબતો ને ઓળખી નથી શકતા આપણે આ બાબતો નાં ઓળખવાને કારણે બાળકો ને આપણી વાત તેમની સમજણ ની બહાર લાગે છે પરિણામે બાળકોના જીવન માં અને તેમના સ્વભાવ માં ખુબજ ગંભીર અસરો જોવા મળે છે જે તેના જીવન ને એવા માર્ગ પર લઈ જાય છે જ્યાં તેમને જીવનનું સાચું જ્ઞાન પણ નથી હોતું અને છેલ્લે પોતાના જીવન નો અંત કરી દે છે.

બાળકોના પ્રશ્નો આજે એટલા બધા વધી ગયા હોય છે કે જ્યાં તેમના માતા - પિતા ને બાળકો નાં પ્રશ્નો કરી રીતે દૂર કરવા તે જ સૌથી મોટો પ્રશ્ન બને છે અને માતા - પિતા તેમના પ્રશ્નો દૂર કરવા નાં બદલે તેને ડરાવે ને ધમકાવે છે જેના લીધે બાળકો માં એક પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થાય છે જે બાળકો ને માતા - પિતા થી દુર લઈ જાય છે. બાળકો માં એક સૌથી મોટો પ્રશ્ન હોય છે દેખાદેખીના અને માતા - પિતા પણ બાળકો ને બધા બાળકો કરતાં પોતાનું બાળક વધુ સારું દેખાય અને તે બીજા બાળકો કરતાં પોતાના બાળકો જીવન માં અને સમાજ માં વધુ આગળ વધે તે માટે હરીફાઈ લાગેલી હોય છે. માતા - પિતા બાળકો ની પાછળ ખુબજ ખર્ચો કરે છે તેને જોઈતી બધી જ વસ્તુઓ લાવી આપે છે તેમની એક જ ઈચ્છા હોય છે કે મારું બાળક સુખી થાય અને જીવન માં ખુબજ આગળ વધે. માતા - પિતા ને એક જ સ્વપ્ન અને એક જ આશા હોય છે કે મારું બાળક જીવન માં સર્વશ્રેષ્ઠ બને. પરંતુ માતા - પિતા ને તેમના જોયેલા સ્વપ્ન મુજબ અને તેમને કરેલી આશા મુજબ કેટલીક વાર બાળકો માં પરિણામ જોવા નથી મળતું પરિણામે તેઓ બાળકો ને તેમની આશા અને અપેક્ષા મુજબ પરિણામ લાવે તે માટે દબાણ કરે છે. પરિણામે બાળકો નાં મન માં એક જ પ્રશ્ન થાય છે શું આજ જીવન છે અને શું આમાં જ અમારા જીવનનું મહત્વ છે. માતા - પિતા બાળકો માં હમેશા સારા જ સ્વપ્ન જોતાં હોય છે પણ કેટલીક વાર બાળકો માં થતી નાની મોટી ગેરસમજણ બાળકો ને જીવન માં ખુબજ મુશ્કેલી માં મૂકે છે અને માતા - પિતા ને પણ પાછળ જતા પસ્તાવાનો વારો આવે છે. જે બાળકો નાં જીવન ની સૌથી મોટી વાત જોવા મળે છે.

આપણને એક પ્રશ્ન હમેશા થાય છે કે આનો રસ્તો કયો છે? બાળકો નાં પ્રશ્નો કઈ રીતે દૂર કરી શકાય અને આપણા બાળક ને જીવન માં આગળ વધારી શકાય અને તેને સાચા માર્ગે લાવી શકાય. તેનો એનો એક જ રસ્તો છે કે આપણા ઘર નાં વાતાવરણનો. કેમકે બાળકો નાં જીવન માં એક પ્રશ્ન હમેશા હોય છે કે હું આ વાત મારા માતા - પિતા ને કહીશ તો મને બોલશે અને મને આ કાર્ય નહિ કરવા દે. પરિણામે માતા - પિતા ને બાળકો પોતાની વાત રજૂ કરી શકતા નથી અને તેઓ જાતેજ આ વાત માં આગળ વધે છે પરિણામે મોટી મુશ્કેલીમાં મુકાય છે. માતા - પિતા પણ બાળકો જેં સમયે કોઈ વાત રજૂ કરે તે સમયે બાળકો ડરાવે છે ધમકાવે છે પરિણામે બાળકો ને તે વાત ની સાચી માહિતી મળતી નથી. માતા - પિતા બાળકો ને પોતાનો ડર રાખે તે જરૂરી છે કેમકે તેનાથી બાળક ખોટા રસ્તે જતાં અટકશે અને જીવન માં સાચા અને સારા રસ્તે હંમેશા રહે છે. માતા - પિતાનો ડર બાળકો ને જીવનમાં ઉપયોગી છે પણ એવો ડર ઉપયોગી નથી જ્યાં બાળકો પોતાની વાત રજૂ નાં કરી શકે. બાળકો નાં મન માં માતા - પિતા નો ડર નહીં પણ માતા - પિતા નો પ્રેમ અને સારા સંસ્કારો હોવા જોઈએ. બાળકો પોતાની વાત રજૂ કરી શકે તે માટે મુકત વાતાવરણ હોવું જોઈએ. માતા - પિતા ને પણ બાળકો જે સમયે કોઈ વાત રજૂ કરે તે સમયે તેમને ડરાવા કે ધમકાવવા કરતા બાળકો જે વાત રજૂ કરે છે તેનું સારા - ખોટાનું માર્ગદર્શન આપવું જોઈએ તેમને એ વાત ની સમજણ આપવી જોઈએ કે બાળકો કે જે તે વાત બાળક કરે છે તેમાં સાચી અને ખોટી વાત કઈ છે આગળ જતાં એનું શું પરિણામ આવે તે વાત બાળક ને કહેવી જોઈએ. બાળકોમાં ડરની સાથે એક મિત્ર જેવું પણ રહેવું જોઈએ જેથી બાળક પોતાની બધી જ વાત કહી શકે.

આપણું બાળક આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે અને આપણા બાળક માં પણ બીજા બાળકો ની જેમ અનેક ગણી શકિત રહેલી છે તે શકિત જો માતા - પિતા બાળકો માં ઓળખે તો બાળકો નો ખુબજ સારો વિકાસ થાય છે. આપણા મહાપુરુષો એ જે વાત આપણા જીવન ને ઉપયોગી અને જીવન માં સફળતા અપાવે છે તે વાત આપણા બાળકો માં ઉતારવી જોઈએ. એક ખાસ વાત એ પણ છે કે બાળકો ને કોઈ પણ ખરાબ શબ્દો નાં કહેવા જોઈએ કેટલાક માતા - પિતા બાળકો ની સામે ખરાબ શબ્દો નો ઉપયોગ કરે છે પરિણામે બાળક પણ તે વાત શીખે છે અને આપણે કહીએ કે આપણા બાળક ની ભૂલ છે પણ કેટલીક વાત માં માતા - પિતાની પણ ભૂલ હોય છે જેનું પરિણામ બાળકો ને ભોગવવું પડે છે. બાળકોની સામે કોઈ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ કેમકે આપણામાંથી જ આપણું બાળક જીવન ની સાચી સમજણ અને શીખ મેળવે છે. આપણે જીવનમાં આપણા મહાપુરુષો ની વાત આપણા બાળકો ને કહીએ છીએ અને તેમને બાળક પોતાના આદર્શ માને છે અને જીવન માં આગળ વધે છે પણ કેટલીક વાતોમાં બાળકો ને આપણે જીવનમાં કરેલા સંઘર્ષ પણ કહેવા જોઈએ અને આપણા પ્રેરણાદાયક ઉદાહરણ આપણા બાળકો ને કહેવા જોઈએ જે એના જીવન માં ઉપયોગી બને અને આપણા જીવન ની સાથે આપણા બાળકોનું જીવન પણ ઉજ્જવળ બને.

આપણે એક વાત હમેશા યાદ રાખવી જોઈએ કે આપણું બાળક જ આપણો પડછાયો છે અને આપણું બાળક જ આપણું દર્પણ છે. તેથી આપણા બાળકો ને જીવન માં એ વાત જરૂર થી શીખવવી જોઈએ કે જેનાથી તે પોતાના પગ ઉપર ઊભો રહી શકે અને જીવન માં ખુબજ પ્રગતિ કરે. આપણા બાળકો ને એ માર્ગ તરફ જરૂરથી લઈ જવા જોઈએ કે આપણા બાળકોથી આપણી ઓળખાણ થાય. જે દિવસ પુત્રની ઓળખથી પિતાની ઓળખ થાય તે દિવસે કોઈ પણ પુત્રનું જીવન સફળ થાય છે. જો આપણાં બાળકો માં આપણા મહાપુરુષો જેવા સારા સંસ્કારો આપવા હોય તો આપણે પણ મહાપુરુષો જેવા સારા સંસ્કારો આપણા માં ઉતારવા પડશે. આપણે પણ આપણા જીવન ને સારા માર્ગ તરફ લઈ જવું પડશે. આપણે પણ આપણા જીવન ને એવું બનાવવું પડશે કે જેમાંથી આપણું બાળક પ્રેરણા મેળવે અને આપણું બાળક જીવનમાં આગળ વધે. આપણે એક વાત હમેશા યાદ રાખવી જોઈએ કે આપણું બાળક આપણામાંથી જ સૌથી વધુ પ્રેરણા મેળવે છે અને જીવન માં આગળ વધે છે. તો આવો સૌ આપણે બધા જ આપણા જીવન ને સારા માર્ગ તરફ લઈ જઈએ અને આપણા જીવનમાં આપણા મહાપુરુષોનાં સારા સુવિચાર અને સંસ્કારો જીવનમાં ઉપયોગી બનાવીને આપણા જીવન ને સાચા અર્થમાં સોનું બનાવીએ અને આપણે પણ આપણા બાળકો ને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જઈએ અને આપણા બાળકો ને આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational