Kalpesh Patel

Inspirational Children

4.8  

Kalpesh Patel

Inspirational Children

સંતોષી જન સદા સુખી

સંતોષી જન સદા સુખી

3 mins
1.3K


એક અમન નામનો ઉંદર હતો, તે ખૂબ મહેનતુ અને ઈમાનદાર હતો. તે સફાઈ કામદારની રજા વગરની અવિરત નોકરીની ફરજ બજાવતો હતો. અમન રોજ સમયસર પોતાના કામ પર શહેરની નગરપાલિકાની કચેરીએ સમયસર આવતો હતો અને ઉપરી અધિકારી કહે તે કામ, પુરી મહેનત અને ઇમાનદારીથી કરતો હોવાથી તે,સૌ નગરવાસીઓનો લાડકો હતો.

અમનભાઇ હંમેશા જરૂરતથી વધારે કામ કરીને પણ બધાને ખુબ રાખતો હતો. તેણે, વધુ કમાણીના હેતુથી, હવે નગરપાલિકાની નોકરી ઉપરાંત જંગલના રાજા ચમનભાઈ નામના સિંહની ગુફાની સફાઈની નોકરી ચાલુ કરી હતી. હવે અમનભાઈને રોજ એક કલાક વધારે કામ કરવું પડતું હતું. જંગલનો રાજા ચમનભાઈ સિંહ ખૂબ કડક મિજાજનો હતો. સફાઈમાં કોઈ પણ કચાસ ચલાવી લેતો નહીં. આવા કડક મિજાજના ચમનભાઈ સિંહ હવે અમનભાઈ ઉંદરના શેઠ હતા. જંગલના રાજા ચમનભાઈ સિંહે, અમનભાઇની સફાઈની  સેવાના  બદલામાં, તેને  દસ ગોળના રવા આપવાનો કરાર કરેલો હતો.

સમય જતાં રોજના અવિરત કામના બોજને લઈને અમનભાઇ કામ કરતાં કરતાં, કોઈક વાર થાકી જતા હતા. અને મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી એકાદ ઊંઘનું જોકું પણ ખાઈ લઉં ! પરંતુ અમનભાઇને તરત જ યાદ આવી જતું કે જંગલના રાજા ચમનભાઈ સિંહ તેને દસ પૂરા ગોળના રવા આપવાના છે. તે કરાર યાદ આવતા, અમનભાઇ ઉંદર પાછો આરામ કરવાનું મૂકી, સફાઈ કામ પર લાગી જતો ઘણીવાર તે,તેના નાતીલા બીજા ઉંદરોને હસતાં- રમતા, તો કોઈ સાંજે બગીચામાં હીંચકા ખાતા તેમજ આનંદ કરતાં જોતો. અને  અમનભાઈને તેઓની માફક રમવાનું કે હીંચકા ખાવાનું મન થઇ આવતું. પણ ચમનભાઈ સાથે કરેલ ગોળના રવાનો કરાર યાદ આવી જતાં અને પાછો આંખ મિચી કામ પર….વળગી જતો.!

જંગલનો રાજા ચમનભાઈ સિંહ કરડો જરૂર હતો, પરંતુ માયાળું હતો એવું કદી નહોતું કે જંગલનો રાજા સિંહ તેને ગોળ આપવા તૈયાર નહોતો, ચમનભાઈ સિંહ બહુ ઇમાનદાર હતો.

આમ જ દિવસો મહિના અને વારસોનો સમય વિતતો રહ્યો. એક દિવસ એવો આવ્યો કે જંગલના રાજા ચમનભાઈ સિંહે, અમનભાઇ ઉંદરને દસ ગોળના રવા ઉપરાંત અમનભાઇના સમય પાલન અને ઈમાનદારીવાળી કરેલી નોકરીથી ખુશ થઈ બે વધારાના ગોળના રવા બોનસ તરીકે  આપી આઝાદ કરી દીધો.

અમનભાઇતો આટલો બધો ગોળ એક સાથે જોઈ આનંદિત થઈ ગયા, અને ઘેર ગયા. પણ…હવે અમનભાઈ ઉંદર ગોળના બાર રવાની સામે જોતાં જોતાં બેસી વિચાર કરવા લાગ્યો કે હવે આ આખું ગાડું ભરાય તેટલા બાર ગોળના રવા મારે શું કામ ના ?

આખી જિંદગી કામ કરતાં કરતાં બધા દાંત તો ઘસાઇ ને પડી ગયા, અને સતત કામના ભારણની ચિંતામાં ડાયાબિટીઝ પણ લાગુ પડી ગયેલો હતો, હવે આટલો બધો ગોળ હવે હું ખાઇશ કઇ રીતે! આ વાત આજે આપણાં જીવનની એક વરવી હકીકત બની ગઇ છે !

માનવી પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવામાં વિતાવી દે છે ! ૬૦ વરસની ઉમરે જ્યારે તે રિટાયર સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ કે સરપાવ મળે છે. પરંતુ મોટા ભાગના લોકો તેમની બચત અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવી શકતા નથી. આટલા વરસોનાં અવિરત કામકાજ પછી એકઠી કરેલ કમાણી હાથ લાગે છે તે વખતે, જનરેશન બદલાઇ ગઇ હોય છે. અને કુટુંબ ચલાવવાવાળી નવી પેઢી આવી ગઇ હોય છે.

આવીજ રીતે, શુ આજના યુવાનને તે વાતનો અંદાજ આવી શકે કે, કેવળ શાળાકીય કસોટીમાં વધારે ગુણ મેળવવાની આંધળી દોટમાં, તેઓએ તેમનું મોઘેરું બાળપણ, કે રમવા ખેલવાના કેટલાય મહામૂલા વરસો ખોઇ દીધા છે ! આ વધારે ગુણ, માટે કેટલું બધું જતું કરેલું હતું ? બાળપણના રમવા કુદવાના કેટલાંય બધા સમણાં અધૂરા રાખ્યા હતા ?

શું ફાયદો કસોટીમાં પૂરા ગુણ મેળવીને અથવા તો એવી મોટી થાપણ,કે શરપાવ એકઠા કરીને, જે મેળવવા માટે આખું બાળપણ અથવા તો પુરી જિંદગી લાગી જાય. બાળક, યુવાન કે માનવી, પોતાના માટે જીવી ના શકે !, તેવું જીવન શું કામનું ?.

આ ધરતી પર કોઇ એવો અમીર હજી સુધી પેદા થયો નથી જે સમય ને ખરીદી શકે અને પોતે પાછું પોતાનું બાળપણ કે યુવાની માણી શકે ! આમ અસંતોષ તે વિકાસ ની કડી છે, તો સંતોષ તે જીવનની ખરી ખુશી છે.એટલાં માટે હર પળે ખુશ થઇ જીવો, સતત કામ-કાજ કરતાં રહો, પણ સાથે ‘મોજમાં’ પણ રહો, સદા જે મળે છે તેમાં સંતોષ રાખી આનંદમાં રહો. નહિતો અમનભાઇએ કરેલી પારાવાર મહેનત પછી પણ તેઓના જીવન માં “ અમન’ના દિવસો દૂર રહેલા હતા તેવા દિવસો આપણાં જીવન માં પણ દૂર નથી, અમનભાઇ જેવા,આપણાં પણ હાલ થઈ શકે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational