સંતાયેલું સ્વર્ગ
સંતાયેલું સ્વર્ગ
શરીરનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવે ત્યારે અંદર શું દેખાય ? હાડકાં, લોહી, માંસપેશીઓ અને કહેવાય શું ? પ્રાણ ઊડી ગયા ને બેજાન શરીર વધ્યું. કોઈ ઓપરેશન વખતે એ પ્રાણ કે જીવ ક્યાંય દેખાતો નથી. શરીરમાં, ધબકતું હૃદયમાં જીવ ક્યાં સંતાયેલ છે એ કોઈ જોઈ શકતું નથી. તેમ છતાં, એ જીવ, પ્રાણ વગર શરીરનો કોઈ અર્થ નથી. એવી જ રીતે મારા ઘરમાં મારી માંનું સ્થાન છે.
ઘરના દરેક ખૂણાને પોતાના હાથે સજીવન બનાવતી મારી મા, સંયુક્ત કુટુંબમાં એ ક્યાં સંતાઈને બેઠી છે એ કોઈ જાણી નથી શક્યું. હું જોંઉ છું, જાણું છું કે એના વગર આ ઘર એક નિષ્પ્રાણ દેહ સમાન છે છતાં કોઈ નોંધ નથી લેતું. એની અડધા દિવસની ગેરહાજરીમાં ઘરમાં ધમાચકડી બોલી જાય અને હાજરીએ ઘરમાં ક્યાંક સંતાય જાય. એવું મારા એક શબ્દમાં છૂપાયેલ મારું વિશ્વ એટલે મારી મા..! મારા ઘરમાં મારું સંતાયેલું સ્વર્ગ એટલે મારી અમ્મી, મારી મા..!
હેપી મધર્સ ડે મમ્મી....!
