Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

સંસ્કારોનું વાવેતર

સંસ્કારોનું વાવેતર

2 mins
533


રમીલાબેન એક નિવૃત ગૃહિણી છે. તે એક સામાન્ય કુટુંબમાં રહે છે. તેમને એક દીકરો અને એક દીકરી છે. દીકરીના લગ્ન એક સામાન્ય કુટુંબમાં કર્યા છે. તેમના દીકરાની વહું ઘરે છે. તે પણ એક ગૃહિણી છે. રમીલાબેનનો રોજ નિત્યક્રમ, તે સવારે અને સાંજે નિયમિત મંદિરે દર્શન કરવા જાય. અને ત્યાં આવતા જતા ગરીબોને ખાવાનું આપે.

ત્યાં મંદિરમાં ઘણી વખત તેમના એક પાડોશી રંજનબેન પણ આવતા. એક દિવસ મંદિરમાં કોઈ હતું નહિ. બંને સુખ દુઃખની વાત કરવા લાગી જાય છે. રંજનબેનનું ઘર શ્રીમંત હતું. તેને બે દીકરા હતાં. પણ બંને અલગ રહેવા જતા રહ્યા હતા. રંજનબેન આ ઉંમરે પણ જાતે રસોઈ બનાવીને ગુજારો કરે છે.

રંજનબેન કહે," આપણે કેટલા ઉત્સાહથી બાળકોનો ઉછેર કર્યો. તેમનુ જતન કર્યું. નાનપણમાં જે જિદ કરી તે તરત પૂર્ણ કરી. તેમનાં માટે આપણું સર્વસ્વ અર્પણ કરી દિધું. પોતાને માટે કદાચ કંઈ નહી લીધું હોય, પણ બાળકોને લાડકોડથી ઉછેર્યા. તેમ છતાં પણ આ ઉંમરે આમને એકલા છોડી જતા રહ્યા. "

રમીલાબેન કહે," રંજનબેન તેમાં તમારો જ વાંક છે. મારા બાળકોને જુઓ અત્યારે મારો ખૂબ ખ્યાલ રાખે છે. મને જે જોઈએ તે તરત લાવી આપે છે. એનું એક જ કારણ છે. મે નાનપણથી જ મારા બાળકોમાં સારા સંસ્કારોનું 'વાવેતર' કર્યું છે. મે મારા બાળકોને સાદું જીવન આપ્યું. પણ જીવનમાં જરૂરી સંસ્કારનું ઘડતર કર્યું છે. આજે અમારી પરિસ્થિતિ સામાન્ય જ છે. પરંતુ અમે બધા સાથે છીએ અને ખુશ છીએ. "

તમારી પાસે સંપત્તિ હતી. બાળકોને લાડકોડ આપ્યા. સંપત્તિ આપી. પરંતું જે ખૂબ જરૂરી એવા સંસ્કારનું વાવેતર કરતાં ભૂલી ગયા. બાળકોને નાનપણથી જે જરૂરી છે તે પ્રેમ અવશ્ય આપો. સાથે સાથે રામ, કૃષ્ણ, લવ-કુશ, પ્રહલાદ જેવા બાળકોની કથા સંભળાવો. જીવનમા જરૂરી મૂલ્યોનું સિંચન કરો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational