Manishaben Jadav

Inspirational Children

4.7  

Manishaben Jadav

Inspirational Children

સંપત્તિનો સદુપયોગ

સંપત્તિનો સદુપયોગ

4 mins
368


અશોકભાઈએ બસ સ્ટેશનમાં હજી માંડ પગ માંડ્યો ત્યાં બુટ પૉલિશ... ! બુટ પૉલિશ.... એવા શબ્દો કાને પડ્યા. અશોકભાઈ આજ વહેલી સવારે બધું કામ પતાવી તૈયાર થઈ છાત્રાલયમાં અભ્યાસ કરતા પોતાના દીકને મળવા જઈ રહ્યા હતા. એની પાસે પર્સનલ કાર છે. પરંતુ તેને બસમાં મુસાફરી કરવી ખૂબ ગમે.એટલે મોટેભાગે બસમાં જ મુસાફરી કરે.

અશોકભાઈ એક મોટી કંપનીના માલિક છે. તેઓ મુંબઈ શહેરમાં વસવાટ કરે છે. તેમની પત્ની એ કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. તેને એક દીકરો છે. જે આઠમાં ધોરણમાં અભ્યાસ કરે છે. ઘરે તેના માતા-પિતા ઘરને સાચવે છે. દીકરાને હોશિયાર બનાવવાની અપેક્ષાએ આ ઉંમરે જ શહેરની પ્રખ્યાત છાત્રાલયમાં પ્રવેશ અપાવ્યો. જ્યાં ઉચ્ચ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. સંપત્તિની કોઈ તેમને ખોટ નથી. તેમ છતાં માણસાઈ શબ્દથી જરા વિમુખ થયા નથી.

 " મળી મને જિંદગી માનવદેહ તણી

  જીવું હું જિંદગી રંગીન મોજ થકી"

બસને હજુ આવવાની વાર હતી. પોતે એક પાટલી પર નિરાંતે બેઠા હતા. સાથે દીક માટે બે ત્રણ નાસ્તા માટે થેલા લીધા હતા. મહિના દિવસે એકવાર મળવા સમય મળે એટલે એક મહિનો ચાલે એટલો નાસ્તો સાથે લીધેલ. પોતે જે સંપત્તિ ભેગી કરી તે બધાનો એકમાત્ર માલિક તેનો દીકરો અંશુમન હતો. 

 ત્યાં તો ફરી એ જ શબ્દો કાને પડ્યા. બુટ પૉલિશ .. બુટ પૉલિશ.. ફક્ત વીસ રૂપિયામાં તમારા બુટને ચમકાવી દઈશ. અશોકભાઈએ જ્યાં નજર કરી ત્યાં તો પોતાના દીકરાની ઉંમર જેવડો જ એ છોકરો. ફાટેલાં કપડા પહેરેલા હતા. અડધું શરીર ઉઘાડું હતું. શરીર સાવ સૂકાયેલું. શરીર પર ફક્ત હાડકાં સિવાય કશું જ દેખાતું ન હતું. અશોકભાઈને ઘડીભર તો તેમાં પોતાનો દીકરો જ દેખાયો.

ધીમે-ધીમે એ છોકરો અશોકભાઈ પાસે આવ્યો અને કહેવા લાગ્યો, " શેઠ.... શેઠ... તમારા બુટ પૉલિશ કરી આપું. એકદમ ચમકવાળા કરી આપીશ. માત્ર વીસ રૂપિયામાં. શેઠ કરાવી લો ને ? ત્યાં તેની નજર બાજુમાં પડેલા નાસ્તાના થેલા પર પડી. સરસ સુગંધ આવતી હતી. બે દિવસથી કંઈ ખાધું પણ ન હતું. ભૂખ કકડીને લાગી હતી. ઘડીભર એના તરફ જોયા કર્યો. અશોકભાઈ પણ જાણતાં હતાં કે ભૂખ્યો છે. પણ થોડીવારમાં સ્વસ્થ થઈ એ જ શબ્દો બુટ પૉલિશ.... બુટ પૉલિશ...! પોતાના કામમાં લાગી ગયો.

અશોકભાઈએ તેની સાથે વાતચીત કરી વધું જાણવા કોશિશ કરી." પંદર રૂપિયા નહિ ચાલે." ત્યાં પેલો છોકરો કહે,"શેઠ તમારે પાંચ રૂપિયામાં શું ફેર પડશે. અમારે તો આ પાંચ રૂપિયા ઘણું કામ કરશે. એક જણનું ભરણપોષણ થઈ જશે."

અશોકભાઈ મનમાં બોલ્યા,

"કેવી મળી છે આ જિંદગી

જે ઉંમરમાં સૌ જાય શાળામાં

એ ઉંમરમાં આ બાળક કરે કામ

પરિવારની જવાબદારી કેમ સંભાળે ?"

શેઠે પૂછ્યું," તારું નામ શું છે ? તું ક્યાં રહે છે ? તારા માતા-પિતા નથી. તું ભણવાની ઉંમરમાં આ કામ કરે છે." અરે... તારા જેવડી ઉંમરમાં તો સૌ બાળકો શાળામાં જઈ શિક્ષણ મેળવે. અને તું આ કામ કરે."

છોકરો કહે," અરે..શેઠ કેવી વાત કરી. જો મારા માતા-પિતા હોત તો મારે આ ઉંમરે કામ કરવું પડત. મારા પિતાજી પાંચ વર્ષ પહેલાં જ ગુજરી ગયા. મારી માતા ગામના વાસણ કચરાપોતા કરી અમારું પેટ ભરતી. બે મહિના પહેલાં એક કારે અડફેટે તે પણ મૃત્યુ પામી. ત્યારથી બે ચાર પૈસા કમાઈને પેટ ભરવા કોશિશ કરું છું. અમે ચાર ભાઈ-બહેન. એમાં હું મોટો. સૌની જવાબદારી મારા પર છે. મારું નામ આકાશ છે."

અશોકભાઈને ખૂબ દયા આવી ગઈ. નામ ઊંચું આકાશ જેવું અને આ ઉંમરે કામ પણ ઊંચા ઊંચા. તેણે કહ્યું," તારે કંઈ ખાવું છે. ચાલ તને ગાંઠિયા ખવડાવું. ભૂખ કકડીને લાગી હતી. હા પાડવાનું મન થયું. ચાલને પેટભરીને જમી લઈશ. પણ નાના ભાઈ બહેનની યાદ આવતા કહ્યું, "શેઠ મને અત્યારે ભૂખ નથી. તમે મને પાર્સલ લઈ આપોને ભૂખ લાગશે ત્યારે ખાઈ લઈશ. એના બદલામાં હું તમારા બુટ નવાં કરી આપીશ."

  અશોકભાઈએ એક કિલો ગાંઠિયાનુ પેકેટ લઈ આપ્યું. બદલામાં બુટ પૉલિશ કરાવ્યા. તે ગાંઠિયા લઈ તેના ભાઈ-બહેન પાસે ગયો. ખાવાનું જોઈ બધા રાજી રાજી થઈ ગયા. આજે કેટલા દિવસ પછી પેટ ભરીને ખાધું. આજ તૃપ્તિનો ઓડકાર વળ્યો.

"વર્ષોની આજ ભૂખ ભાંગી

તૃપ્તિનો મળ્યો મને ઓડકાર

હે ઈશ્વર આ તારી કેવી લીલા

જેની પાસે ખાવાની નથી ખોટ

એને ભૂખ નથી લાગતી રોજ

જેને ભૂખ લાગી છે બહું બહું

એને ખાવાના થાય ફાંફાં."

અશોકભાઈને મોડું થતું હતું. છતાં આ છોકરાની પાછળ પાછળ ગયા. તે ફરી એ બધાં છોકરા પાસે ગયા. પેલો મોટો છોકરો આકાશ કે જેને એમણે ગાંઠિયા લઈ આપ્યા હતા. તે દોડતો શેઠ પાસે આવ્યો અને કહે, અરે... શેઠ તમે અહિ, શું થયું. બુટ સારા પૉલિશ નથી થયા કે શું ? 

અશોકભાઈ કહે," ના. ના બુટ તો તે ખૂબ સરસ ચમકાવી આપ્યા છે. એટલે જ હું અહિં તને એના બદલામાં ભેટ આપવા આવ્યો છું."

આકાશ કહે," ભેટ ! કેવી ભેટ શેઠ. અમને તો આજ સુધી કોઈએ ભેટ આપી નથી. અમે તો ભેટ ક્યારેય જોઈ જ નથી."

અશોકભાઈ કહે," આજે હું તમને એક સરસ ભેટ આપીશ. જે તમને જીવનમાં ખૂબ ઉપયોગી થશે. "

અશોકભાઈ ચારેય બાળકોને પાસેના એક છાત્રાલયમાં લઈ ગયા. તેમના રહેવા,જમવા અને કપડાંની વ્યવસ્થા કરી આપી. બાળકોની તમામ જવાબદારી પોતાના માથે ઉપાડી. પેલા ચારેય બાળકોના ચહેરા પર નિર્દોષતા અને હાસ્ય જોયા. અશોકભાઈને આજ ખુશી મળી. માનવતાનું ખૂબ મોટું કાર્ય તેમણે આજે કરેલ. 

 "ઈશ્વરે આપી છે કુદરતી બક્ષિસ

બાળકની નિર્દોષતા અને હસી 

તેને રાખવા આ દુનિયામાં જીવંત

આપણે થોડા પ્રયાસ હો કરીએ."

તેમના માટે આ રૂપિયાની કંઈ કિંમત ન હતી. પરંતુ આ રૂપિયાથી ચાર જિંદગીનું ભવિષ્ય બની ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational