Gamit Bharat

Classics Inspirational

3  

Gamit Bharat

Classics Inspirational

સંઘર્ષ એક અવર્ણનીય કથા

સંઘર્ષ એક અવર્ણનીય કથા

2 mins
151


 જીવન સંઘર્ષોથી ભરેલું છે. આપણે સૌ આપણા જીવનકાળ દરમ્યાન અનેક સંઘર્ષોમાંથી પસાર થઇએ છીએ. ઘણી વખત આપણે હિંમત હારી જઈએ છીએ ત્યારે કોઈ એવાં ગુરુ, એવાં સારથી, એવાં સાથીની જરૂર પડે છે કે જે આપણને હિંમત આપી શકે અને આપણને રસ્તો બતાવી શકે. સંઘર્ષ આપણને મજબૂત બનાવે છે.  જીવનનું બીજું નામ સંઘર્ષ છે. જે સંઘર્ષ સાથે ટકી શકે છે એજ જીવનમાં આગળ વધી શકે છે.

એક વખત વિજ્ઞાનના એક શિક્ષક બાળકો કંઈક શીખવી રહ્યા હતાં. એ દરમ્યાન ત્યાં પડેલા એક કોશેટાંમાંથી નાનું પતંગિયું બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યું હતું. બધા બાળકોનું ધ્યાન એ તરફ ગયું એટલે શિક્ષકે બાળકોને સુચનાં આપી કે તમે ધ્યાનથી જુઓ પણ કોઈએ કશું કરવાનું નથી. શિક્ષક થોડી વાર માટે બહાર ગયા, બાળકો બધું ધ્યાનથી જુએ છે પેલું પતંગિયું બહાર નીકળવા ખૂબ પ્રયત્ન કરી રહ્યું હતું, પણ બહાર નીકળી શકાયુ નહીં. આવુ દ્રશ્ય જોઈને એક બાળકથી રહેવાયું નહિ એણે પેલાં પતંગિયાને મદદ કરી. પતંગિયું થોડી વારમાં મરી ગયું.

જ્યારે શિક્ષક આવ્યા ત્યારે બાળકોએ બધી વાત કરી અને કહ્યું કે આવી રીતે પતંગિયું મરી ગયું. શિક્ષક બાળકોને સમજાવે છે કે એ એનાં જીવનનો સંઘર્ષ હતો. જો એ જાતે બહાર નીકળ્યું હોત તો એ બચી જાત. સંઘર્ષ એ અવર્ણનીય છે. સંઘર્ષ એ સમસ્યા નથી પરંતુ એ જીવન છે. સંઘર્ષ દરેકના જીવનમાં હોય છે. કોઈક પ્રેમ મેળવવા સંઘર્ષ કરે છે તો કોઈ આગળ વધવા, કોઈ પૈસા માટે સંઘર્ષ કરે છે, તો કોઈ ભૂખ માટે. દરેક ખેલાડી એણે નક્કી કરેલા ધ્યેય માટે સંઘર્ષ કરે છે.

અનેક પ્રયત્નો, સંઘર્ષ કર્યા પછી જ્યારે સફળતા મળે છે ત્યારે એ ખુશી એ આનંદ પણ અવર્ણનીય હોય છે. સંઘર્ષ વિશે જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે. સંઘર્ષનું અવર્ણનીય છે.  

"લહેરોં સે ડરકર નૌકા પાર નહિ હોતી, 

કોશિશ કરનેંવાલો કી કભી હાર નહિ હોતી."


Rate this content
Log in

Similar gujarati story from Classics