Gamit Bharat

Children

4  

Gamit Bharat

Children

પ્રેમ

પ્રેમ

4 mins
354


બાળપણની મઝા ! જ કંઈક અલગ હોય છે. બાળપણની મિત્રતા અને પ્રેમ ક્યારેય કોઈ ભૂલી શકે નહિ. અજય આજે વહેલો શાળામાં આવી ગયો હતો. પોતાના ધોરણ આંઠના વર્ગમાં જઈને બેઠો. રોજ હંમેશા ખુશ રહેતો પણ આજે બેચેન હતો. એની નજર જાણે કોઈકને શોધી રહી હતી. 

ચેતનસાહેબ અજયની મન:સ્થિતિ સમજી ગયા હતા. એમણે અજયને કહ્યું કેમ ? શું થયું ? અજયએ કહ્યું કશું નહિ. બીજા દિવસે અંજના શાળાએ આવી. એને જોતાં જ અજય પ્રફુલ્લિત થયો ગયો. ચેતનસાહેબ ગુજરાતી ભાષા ભણવતા હતાં. એણે જોયું કે આજે અજય ખૂબ ખુશ હતો. અજય ચાલુ ક્લાસમાં વારંવાર અંજના તરફ જોયા કરતો અંજના પણ અજયને જોઈને સ્માઈલ આપતી હતી. બંને બાળકો એક બીજા તરફ ચુંબકીય આકર્ષણ ખેંચાઈ રહ્યા હતાં. ચેતનસાહેબ આ પરિસ્થિતિને બરાબર સમજી રહ્યા હતાં એટલે એમણે બાળકોને પોતાના તાસ દરમ્યાન અન્ય ઉદાહરણ આપીને સમજાવે છે કે હમણાં તમારું ધ્યાન ભણવામાં કેન્દ્રિત કરજો. સમયની સાથે તમને પ્રેમ પણ મળશે પણ હમણાં બીજી બાબતોમાં પડશો તો જીવનભર પસ્તાવો થશે. 

શાળામાંથી પ્રવાસનું આયોજન થયું. પ્રવાસ માટે સ્થળ પોઈચા રાખવામાં આવ્યું. બધા બાળકોએ પોતાના નામ નોંધાવ્યા. અંજના અને અજયે પણ નામ નોંધાવ્યા. પ્રવાસનો દિવસ અને સમય નક્કી થયો.આગલા દિવસે સૂચના આપવામાં આવી કે કાલે સવારે પાંચ વાગ્યે બધાંએ આવી જવું. સૂચના આપી એ ટાઈમ પ્રમાણે બધા આવી ગયા. સૌપ્રથમ બધાને સૂચના આપી કે બધાએ સાથે રહેવાનું છે, બધાએ શિસ્ત રાખવું અને ક્યાંય પણ સાહેબોને પૂછયા સિવાય એકલા ક્યાંય પણ જવું નહિ. 

બધા બસમાં બેસીને પ્રવાસ માટે રવાના થયા. બધા બાળકો ગીત ગાતા અંતાક્ષરી રમતાં- રમતાં પોઈચા પહોંચ્યા. ત્યાં જઈને બધા બાળકોને જમાડ્યા. અને કહેવામાં આવ્યું કે હવે આપણે ટિકિટ લઈને અંદર બધું જોવા જવાનું છે બધા શિસ્તમાં રહેજો. 

 બધા બાળકોને અંદર પાણીના ફુવારા, બગીચો જોવાની ખૂબ મઝા પડતી હતી. ધીમે ધીમે બધા આગળ વધી રહ્યાં હતાં. ત્યાં ચેતનસાહેબના ધ્યાનમાં આવ્યું કે બે બાળકો ઓછાં છે. તપાસ કરતાં ખબર પડી કે અજય અને અંજના નથી. તેમણે કોઈને કશું કહ્યું નહિ, સ્ટાફ મિત્રોને કહ્યું તમે આગળ વધતાં જ થાવ મને થોડો થાક લાગ્યો છે તો હું થોડી વાર થાક ખાઈને આવું છું.

 હવે ચેતનસાહેબ બધે બંને બાળકોને શોધવા લાગ્યાં. ત્યાં એક જગ્યાએ બંને બાળકો બેસીને વાતો કરી રહ્યા હતાં સાહેબને જોતાં જ બંને બાળકો ગભરાઈ ગયા. ચેતનસાહેબે ગુસ્સે થયા વિના બંને બાળકોને સમજાવ્યું આ ઉંમરે આકર્ષણ હોવું સાહજિક છે પણ હમણાં તમારે ભણવામાં ધ્યાન આપવું જોઈએ. બંને મને પ્રોમિસ કરો કે બીજી વખત એવી ભૂલ નહિ થાય અને તમે ભણી ગણીને મોટા સાહેબ બનશો. 

આ બાજુ બધા બાળકો અને શિક્ષક સ્ટાફ ઘણો સમય થવા છતાં પણ ચેતનસાહેબ દેખાયા નહિ એમ કરીને રાહ જુએ છે. ત્યાં ચેતનસાહેબ આવે છે અને ફરી પાછા બધા બાળકો હસતાં રમતાં આગળ વધે છે. બધાને પોઈચા ફરવાની ખૂબ મઝા આવી. હવે બધાં સારી રીતે ફરીને શાળાએ ફરી આવી ગયાં. બીજા દિવસથી શાળાએ રાબેતા મુજબ આવા લાગ્યા. 

અચાનક એક દિવસે એવી ઘટના બની કે બધા ચોંકી ગયા. બંને બાળકો શાળાએથી ભાગી ગયાં ચેતનસાહેબ ખૂબ દુઃખી થયાં. પોલીસે એમને પકડી પાડયા. શાળાનાં યુનિફોર્મ પરથી પોલીસ ને ખબર પડી ગઈ કે આ શાળાનાં બાળકો છે.જમાદાર સાહેબે બાળકો ને શાળાનું નામ પૂછીને પછી બાળકોને શાળાએ મૂકી ગયા. આચાર્ય સાહેબ તો ખૂબ ગુસ્સે થયા. એમણે તો બંને બાળકોને શાળામાંથી કાઢી મૂકવાની વાત કરી બંને ઓફિસમાં બોલાવ્યા અને કહ્યું કે કાલે તમારે તમારા વાલીઓને બેાલાવી લાવવું. બંને બાળકોને જતાં રહ્યાં અને આચાર્ય સાહેબે ચેતન સાહેબને ખૂબ ખખડાવ્યા કે તમે શું ધ્યાન રાખો છો ? અને એ સમયે જ જ્યારે પ્રવાસ થયેલી ઘટના વિશે ખબર પડી તો વધારે ગુસ્સે થયા. તમે રાજીનામું લખો, હવે તમારા જેવા શિક્ષકની આ શાળામાં જરૂર નથી. ચેતન સાહેબ કહે છે કે હું રાજીનામું લખું પણ એક શરતે કે તમે આ બંને બાળકોને આ શાળામાં જ ભણવા દેશો. આચાર્ય સાહેબ કહે છે ભલે. અજય અને અંજનાને ફરી ઓફિસમાં બોલાવી આચાર્ય સાહેબ બંને બાળકોને માફી પત્ર લખાવીને જણાવ્યું કે તમારે તમારા વાલીઓને બોલાવાની જરૂર નથી. ચેતન સાહેબ મંદ મંદ હસી રહ્યા હતા. બંને બાળકોએ વિચાર કર્યો કે કાલે ચેતન સાહેબને રુબરુ મળી ને માફી માંગી લઈશું. 

બીજા દિવસે બંને બાળકો ચેતન સાહેબની રાહ જોય છે પણ તે આવતા નથી, પછીથી તેમને બનેલી ઘટના વિશે ખબર પડે છે ત્યારે અજય અને અંજના ખૂબ દુઃખી થાય છે. અને બંને નક્કી કરે છે કે હવે પછી બંને ક્યારેય નહિ, મળે અને ફકત ભણવામાં જ ધ્યાન આપશે. બંને ભણવામાં ખૂબ જ મહેનત કરે છે.

 આજે અજય અને અંજના બંને કલેકટર છે. પણ બંનેએ હજુ લગ્ન નથી કર્યા. ઘરના બધા એમના લગ્ન કરાવવા ઈચ્છે છે, પણ બંને તૈયાર નથી. જ્યારે કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શાળામાં વર્ષો પહેલા બનેલી ઘટના જણાવી. સાથે જણાવ્યું કે સાહેબની નોકરી જ એમનાં પરિવારનો આધાર હતો. છતાં પણ અમારા માટે એમણે નોકરી છોડી દીધી. અમે માફી માંગવા ગયા હતાં પણ સાહેબ દૂર એમનાં વતન ચાલ્યાં ગયા હતાં. આજે અમે જે પણ ભણીને આગળ વધી શક્યા અને કલેકટર બની શક્યા એ સાહેબના કારણે છે. 

 બાળકોની વાતો સાંભળીને સૌની આંખો ભરાઈ ગઈ. કેટલો મહાન હોય છે એક ગુરુ. અને એક શિક્ષકનો પ્રેમ એમનાં વિદ્યાર્થીઓ માટે ? કેટલો ? અદભૂત હોય છે ગુરુ શિષ્યોનો પ્રેમ !


Rate this content
Log in

Similar gujarati story from Children