STORYMIRROR

Gamit Bharat

Romance

3  

Gamit Bharat

Romance

ઝરુખો

ઝરુખો

5 mins
114

લીલાને ઝરુખો ખૂબ જ ગમતો હતો. જ્યારે પણ સમય મળે ત્યારે લીલા ઝરુખાએ આવીને બેસતી હતી. ત્યાં અંબા માતાનું મંદિર હતું. લીલાને લગ્નના પંદર વર્ષ પછી પણ પોતાના ખોળામાં બાળક ન હતું. એનો રંજ હંમેશા રહેતો. છતાં પણ એની અંબા મા માટેની શ્રદ્ધા કે ભકિતમાં જરા પણ ઓટ આવી ન હતી. 

લીલા દરરોજ સવારે મંદિરે આવતી અને ઝરુખાએ બેસતી. આજે એની મુલાકાત પારો સાથે થાય છે. પારો દેખાવે ખૂબ જ રૂપાળી હતી. જાણે આકાશથી ઉતરી આવેલી કોઈ પરી ! એના ચહેરા પરનું સ્મિત ખૂબસૂરતીને ચાર ચાંદ લગાવતું હતું.

પારો લીલાને કહે'કેમ! ઉદાસ છો ? લીલા પોતાનું દુ:ખ પારોને કહે છે કે'લગનનાપંદર વર્ષ થયાં છતાં પણ મારો ખોળો ખાલી છે.

'અરે! તમે ચિંતા ના કરો. થોડા સમયમાં તમારો ખોળાે અવશ્ય ભરાશે. આજે હું તમારા માટે પ્રાર્થના કરું! પ્રથમ મુલાકાતમાં જ બન્ને વચ્ચે એવો નાતો બંધાય જાય છે કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય.  

લીલા કહે 'જેા તારી પ્રાર્થના સફળ થાય અને મારા ખોળામાં દીકરો આવે, તો ! હું એના લગ્ન તારી દીકરી સાથે કરીશ. એ માતાના સાક્ષી એ વચન છે મારું !'

પારો કહે'મારા ખોળામાં જો દીકરી આવે તો હું એના લગ્ન તારા દીકરા સાથે જ કરીશ એ મારું પણ તને વચન છે'.બન્ને એકબીજાને પ્રેમથી આલિંગન આપે છે અને છુટા પડે છે. 

થોડા દિવસ પછી લીલા પારોને ફોન કરીને કહ્યું 'કે તારી પ્રાર્થના સફળ થઈ, હું પ્રેગનેન્ટ છું'. પારો કહે' હું પણ તને ખુશ ખબર આપું, હું પણ પ્રેગનેન્ટ છું અને મારા પતિ અજયને કંપનીમાં પ્રમોશન મળ્યું છે અને હવે અમેરિકા એમના માલિકની કંપની છે તે સંભાળવાની છે. એક ખૂબ સુંદર બંગલો અને ગાડી ગિફ્ટ મળી છે. એટલે અમે અમેરિકા જવાના છે. લીલા

પારોને શુભકામના પાઠવે છે અને કહે છે કે 'તને વચન તો યાદ છે ને ?

પારો કહે મને બરાબર યાદ છે. આપણે ફોન પર વાતો કરશું કહીને ફોન મુકી દે છે. 

એક દિવસ પારોના મોબાઇલ ફોન આવે છે કે મારા ખોળામાં દીકરાનેા જન્મ થયો છે.

પારો કહે' હું પણ તને ફોન જ કરવાની હતી, મારા ખોળે પણ દીકરીનો જન્મ થયો છે,બન્ને ખૂબ જ ખુશ થાય છે. 

લીલા અને પારો બન્ને પોતાના બાળકને ખૂબ પ્રેમ અને લાડકોડથી ઉછેર છે. સમય વીતતો જાય છે, લવ અને સીયા મોટા થતાં જાય છે સમયની સાથે ઘણું બધું બદલાઈ જાય છે. સીયા એક વખત એની બહેનપણીઓ સાથે ઈન્ડિયા આવે છે એ દરમ્યાન એને એક છોકરાં સાથે પ્રેમ થઈ જાય છે. એ ઈન્ડિયાથી અમેરિકા તો પહોંચી જાય છે પણ એનું હ્રદય ઈન્ડિયામાં રહી જાય છે. 

આ બાજુ અંબાજી માતાના મંદિરે નવરાત્રીનું આયોજન થાય છે. લવને ગરબે રમવું ખૂબ ગમે છે. તે ખૂબ જ સરસ ગરબા પણ રમે છે લવ એટલો હેન્ડસમ છોકરો છે કે એની પાછળ હજારો છોકરીઓ દિવાની છે. એ જ્યારે ગરબે રમતો હોય ત્યારે એને જોવા અને એની સાથે ગરબા રમવા છોકરીઓની લાઈન લાગી જતી. ચોથા નોરતે એની નજર એક છોકરી સાથે મળી જાય છે એ પણ ખૂબ સરસ ગરબા રમતી હોય છે. બન્ને સાથે ગરબા રમતા હોય ત્યારે એવું લાગતું કે જાણે રાધા શ્યામની જોડી ગરબે રમતી હોય! . લવ પોતાના હ્રદયની વાત કહી દે છે અને સાથે વચન આપે છે હું હંમેશા તારો જ રહીશ. લવ એને નામ પુછવા જાય છે એટલામાં 'શ્યામલી', 'શ્યામલી'ની બૂમ સંભળાય છે, લાઈટ જતી રહેવાથી અંધારું છવાઈ જાય છે. ચારે બાજુ અવાજ સંભળાય છે ચાલો..ચાલો.. થોડી વાર પછી લાઈટ તો આવી જાય છે પણ લવને એ છોકરી જોવા મળતી નથી. લવ એ છોકરીને બધે ખૂબ શોધ કરે છેપણ એ છોકરી એને મળતી નથી. 

લવ વિચારે કાલે ફરી ગરબા રમવા આવશે ત્યારે હું એનું નામ સરનામું પુછી લઈશ. 'ન જાણ્યું જાનકી નાથે, કે! કાલે શું થવાનું', લવ બીજા દિવસે એના મિત્રો સાથે ગરબા રમવા જાય છે લવ અને એના મિત્રો બધે તપાસ કરે છે પણ એ છોકરી ક્યાંય જોવા મળતી નથી. લવ દરરોજ એને શોધે છે પણ એના સપનાની પરી મળતી નથી, એ ઉદાસ થઇ જાય છે, લીલાબેને ક્યારેય લવને આટલો ગુમસુમ જોયો ન હતો, લવને એનું કારણ પૂછે તો લવ બધી વાત એની મમ્મીને જણાવે છે.  

લીલા પણ પારોને આપેલા વચનની વાત જણાવે છે લવ કહે છે કે મારા પ્રેમ નું શું થશે? બેટા, હું વચન આપી ચૂકી છું.પણ તારી ખુશી માટે હું મારું વચન તોડી દઈશ,કહેતા આંખો ભરાઇ આવી. લવને શું કરવું? શું ન કરવું. તેની સુઝ પડી નહિ.

પારો સીયાને કહે છે કે આપણે ઈન્ડિયા જવાનું છે મારી બહેનપણીને મળવા. સીયા ઈન્ડિયાનું નામ સાંભળતાં જ ખુશ થઈ જાય છે પણ જ્યારે તેને કહે છે કે ત્યાં તને છોકરો બતાવવાનો છે. તે ઉદાસ થઇ જાય છે, કેમ લગ્ન નથી કરવા ?

પારોએ કહ્યું. લગ્ન તો કરવા છે પણ જેને હું પ્રેમ કરું છું તેની સાથે. એનું નામ અને સરનામું મને ખબર નથી. એમ કહેતાં સીયા રડવા માંડી.

પારો કહે છે તારા જન્મ પહેલા મેં પણ મારી બહેનપણી લીલાને વચન આપ્યું છે કે તારા લગ્ન એના દીકરા સાથે કરીશ.  "रघुकुल रिति सदा चली आई, प्राण जाए पर वचन न जाए|" પારો કહે છે કે મારાપ્રાણ અને મારું વચન તારા હાથમાં છે. મમ્મી હું મારા પ્રેમની કુરબાની આપી દઈશ અને તમારા વચનની લાજ રાખીશ. સીયાને લઈને પારો લીલાના ઘરે જાય છે. સીયાને જોતાં જ લીલા ચોંકી જાય છે.

પારો કહે છે કે આ મારી દીકરી સીયા. આજે હું મારું વચન પૂરું કરવા આવી છું. લીલા સીયાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપે છે કે દીકરી હંમેશા ખુશ રહે.

સીયા 'મમ્મી હું આવી' કહીને બહાર નીકળી ને ઝરુખાએ પહોંચી જાય છે. 

લીલા મોકો જોઈને પારોને કહે છે કે' મને માફ કરજે હું મારું વચન પાળી શકું તેમ નથી. મારો દીકરો લવ કોઈ છોકરીને પ્રેમ કરે છે અને તેણે છોકરી વચન આપ્યું છે કે તે હંમેશા તેનો જ રહેશે. હું મારા દીકરાને હંમેશા ખુશ જોવા માગુ છું.' એમ કહેતાં લીલા પારોના પગ પકડી ને માફી માંગે છે.

સીયા ઝરુખાએ બેસીને જુની યાદોને તાજી કરે છે કે અહીં જ તો કોઈકને હ્રદય આપી બેઠી હતી. આજે કોઈક બીજાનું થવાનું ? એને જોરથી રડતાં સાંભળીને એક છોકરો ત્યાં આવે છે, એ બીજું કોઈ નહિ પણ લવ. સીયા લવને કહે છે કે

'હું તને જ ખુબ પ્રેમ કરું છું લવ કહે છે.'

'હું પણ તને ખૂબ પ્રેમ કરું છું કહેતાં', આલિંગન કરે છે.

પણ હવે હું કોઇ બીજાની થવાની છું, મારી મમ્મી કોઈકને વચન આપી ચૂકી છે અને જો હું વચન ન પાળું તો મારી મમ્મી પોતાના પ્રાણ આપી દેશે. મળ્યા પણ ત્યારે જ્યારે હંમેશની માટે વિખુટા પડવાનાં! લવ સીયાનો હાથ પકડીને પોતાના ઘરે લઈ જાય છે.

સીયા કહે છે ક્યાં લઈ જાય છે તું મને ? આ બાજુ તો એ છોકરાનું ઘર છે,એવું ? એટલામાં ઘર આગળ લીલા અને પારો ઊભા હોય છે.

આજ તો એ છોકરાનું ઘર છે. તેં છોકરો નથી જોયો ?

ના. મમ્મી આ એજ છોકરી છે જેને હું પ્રેમ કરું છું.લીલા કહે છે આ એજ બહેનપણી પારો. જેને મેં વચન આપ્યું હતું,અને આ એમની જ છોકરી છે. સીયાને આખી વાત સમજાય ગઈ. સીયા ખુશ થઈને મમ્મીને ભેંટી પડે છે. બધાં ખૂબ ખુશ થાય છે. 

 આખરે વચનની પણ જીત થાય છે અને પ્રેમની પણ.


Rate this content
Log in

Similar gujarati story from Romance