સંધ્યાનો સમય
સંધ્યાનો સમય
આ સંધ્યાનો સમય જાણે મનના બધા વિચારો નેવે મૂકી ફક્ત ખુદના હોવાનો જ આનંદ મહેસૂસ કરાવે છે. મન જાણે સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં હોય એવું લાગે છે. આ સમય ફક્ત હું અને પ્રકૃતિ જ જીવંત છે એવો મહેસૂસ કરાવે છે. આ સહાનુભૂતિને વ્યક્ત કરવી ખૂબ જ અઘરી થઈ પડે ફક્ત તેને માણી જ શકાય. આ થોડો સમય એમ લાગે જાણે આખી જિંદગી જીવાય ગઈ. દિવસ દરમિયાન બધી વાતો ભૂલાવી અને એક નવી ઊર્જાનું સિંચન કરતી હોય એવું લાગે છે.

