STORYMIRROR

Pratik Dangodara

Inspirational

2  

Pratik Dangodara

Inspirational

માતૃભાષા

માતૃભાષા

1 min
107

  હું સાહિત્યને ખૂબ પ્રેમ કરનારો છું. હું ખુદને ગુજરાતી કહેતા ખૂબ ગર્વ અનુભવું છું. લાગણીઓ હૈયામાંથી છલકાતી હોય એવું લાગે જ્યારે વાત માતૃભાષાની હોય ગુજરાતી ભાષાના હર એક શબ્દને સાવ ચૂંથી નાંખી અને તેનું રસપાન કરતો હોઉં એવું કહું તો પણ વાંધો નથી. હર એક શબ્દને માણવાની અને ઉચ્ચારવાની મજા કૈક અલગ જ આવે છે. હું જ્યારે તેના ઊંડાણમાં હોઉં છું ત્યારે બસ તેની સાથે ખીલવાડ કરતો હોય એવું મને લાગ્યા કરે છે. પહેલાના ઘણા બધા એવાં શબ્દો છે જે કદાચ આજે વિસરાઈ ગયાં હોય એવું લાગે,એવા શબ્દોને જ્યારે હું મારા કર્ણ દ્વારા શ્રવણ કરું ત્યારે એક અલગ જ નશો વ્યાપી જાય છે. આમજ બસ આ ભાષાના દરેક શબ્દ સાથે અલગ જ હેત બંધાય છે. મને પોતાની ધૂનમાં એ જુના શબ્દોને મારા ચક્ષુ સમક્ષ લાવવા ખૂબ જ ગમે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational