STORYMIRROR

Pratik Dangodara

Others

3  

Pratik Dangodara

Others

શીર્ષક વગરની વાત

શીર્ષક વગરની વાત

2 mins
250

વહી જવું છે હવે નદીની માફક એક વિશાળ દરિયાની અંદર ત્યાં કોણ કોનું છે તેનાથી તો કદાચ અજાણ્યું રહી શકાશે, બધા જ આપણા તો લાગે.....

    કહી જવુંં છે હવે એક ગીતાના સંદેશની માફક પણ હવે તેને અર્જુનની જેમ કોઈ સાંભળનાર વ્યક્તિ મળી શકશે ? કદાચ મળે તો તેને અનુસરી શકે ખરો ? રહેવુંં હોય તો બસ એક અંશ તરીકે તેનાથી પોતાની અંદર કેટલી તાકાત છે તેનો તો મને ખ્યાલ આવે....

  ભૂલી જવુંં છે હવે એક ભૂતકાળની માફક પણ ફક્ત એ કડવી યાદો ને જેના થકી મનને દુઃખદ અનુભવ થાય. એવી યાદોને તે મારે સંગ્રહીને રાખવી છે જેને હંમેશા આંખની સામે જ રાખી શકાય અને મસ્ત આનંદનો અનુભવ કરી શકાય અને હંમેશા તાજગીમાં જ રહી શકાય....

  લડી જવુંં છે હવે દુનિયાની સામે કોઈનાથી કઈ ફરક જ ના પડે કોઈ કાઈ પણ કહે તેનાથી કંઈ લેવા દેવા જ નહીં બસ હવે દુનિયાને આજ નિયમથી હરાવવી છે.....

  નથી હવે દુનિયાથી કંઈ પણ ફિકર એટલે જ હવે પોતાનું મન જેમ કહે તેવી જ રીતે કરવુંં છે આ તો દુનિયા છે તમે કોઈ સારું કામ કરવા જાઓ તો તમને નહીં જ કરવા દે ગમે તેમ કરીને આડા જ આવશે,માટે રહેવુંં હોય તો પોતાના માનથી મક્કમ રહેતા શીખી જવુંં અને કોઈની પણ પરવાહ હવે કરવી નહીં...

  દુનિયાએ આજ સુધી મને ઘણા અનુભવોમાંથી પસાર કરેલો છે, અને તેમાંથી ઘણા સારા અથવા ઘણા દુઃખદ અનુભવ પણ છે પણ હા આ દુનિયાએ મને તેની અંદર રહેતા શીખવી દીધું છે.

...કોઈના માટે ગમે તેટલું સારું કરો પણ એક વાર પણ કામ માટે ના પાડો એટલે તમે દુનિયાથી વિખુટા પડી જાવ...

...કોઈના માટે તમે ૨૪ કલાક હાજર હોય પણ એકાદ કોઈ આપણી મજબૂરીને કારણે હાજર ન રહી શકાય એટલે આપણે દુનિયાની સામે ખોટા સાબિત થઈ જઈએ.

...અરે સાહેબ દુનિયાનું કોઈ પણ વ્યક્તિ તમને કંઈક ને કંઈક અનુભવમાંથી તો પસાર કરશે. પણ તમે તેને તમારી રીતે સમજી શકવા જરૂરી છે...

...એક વાર તમે પોતાની જાત ને સમજી જાવ પછી જુઓ દુનિયા તમારા પગમાં પડી જશે ..તેના માટે કોઈ ઉતાવળા થવાની જરૂર નથી થોડી શાંતિ જાળવો અને બસ પોતાના ઉપર થોડો કાબુ રાખતા શીખી જાવ....

...માણસે પોતાના સ્વાર્થ માટે ઘણા બધા હિંસક કર્યો કરેલા છે..મહાભારત છે ,રામાયણ છે,તેમાંથી આપણે આતો શીખવાનું છે કે પોતાના સ્વાર્થ માટે તેના સગા-સબંધીને પણ કેટલી હિંસક પરિસ્થિતિમાંથી પસાર કરેલા ..પછી તો આજના યુગની તો શું વાત કરવી તમે જ કહો.


विषय का मूल्यांकन करें
लॉग इन