વિરહની વેદના
વિરહની વેદના
શ્વાસ થંભી જાય તેવું સાચું કે કડવું સત્ય. જ્યારે આપણે વર્ષોના વર્ષો કાઢતા હતાં ત્યારે આપણને કંઈ જ વાંધો ન હતો, પરંતુ હવે મારા માટે એક દિવસ એક વર્ષ કહી શકાય. હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે મને આવો ખ્યાલ પણ ન હતો કે હું શું કરવાનો અને ક્યાં જવાનો, પણ કહેવત છે, ને ભગવાન ભટકેલાને જરૂર રાહ દેખાડે છે. આ વાત મારા માટે સાચી હતી, પરંતુ બહુ જ ભારે હોય તેવું લાગતું, સ્મરણ કરવું એ મોટામાં મોટું દુઃખ છે, પરંતુ ભૂતકાળની દુઃખદ વાતોને. છતાં પણ એ કરવું મારા માટે અનિવાર્ય પગલું હતું, બીજી કોઈ પણ રાહ સુજતી જ ન હતી. હું રડી પડતો દંભી ઉઠતો.
મને ખુદને અનલકી અને પોતાની જાતને બેવકૂફ ગણતો. ક્યાં એ ગામડાની મોજ, સાથે સાથે ભણતર પણ, અને એ તહેવારોની મજા કદાચ યાદ આવે તોય એ મારા માટે ખાલી એ સ્મરણ જ હતું. કદાચ મોતથી દંભી જનારા તો ઘણા છે. પરંતુ આ વિરહનું દુઃખ તો ખૂબ જ ભયાનક છે. તેને ભૂલવા માટે વર્ષોના વર્ષો જોઈએ. દરેક વ્યક્તિને પોતાના સ્વતંત્ર વિચાર રજૂ કરવા એ પોતાનો અનોખો આનંદ હોય છે. એ વરસાદની મોજ, ભીની માટીની ગંધ, લીમડાના છાયા નીચેની વાત, ૨ વાગ્યાની રીસેસ. કદાચ આ બધું સ્મરણ કરતા રાતો પણ ટૂંકી પાડી શકાય. તો પણ હું તો દિલમાં હાથ મૂકીને ભગવાનને પૂછવાનો પ્રયત્ન જરૂર, જરૂર ને જરૂર કરતો રહીશ.
