દુઃખનું એક કારણ
દુઃખનું એક કારણ
મિત્રો, આજનો યુગ એટલે કે કળયુગ, આપણે એવા યુગમાં જીવન પસાર કરી રહ્યા છે, ત્યાં વ્યક્તિ પોતાના સુખે સુખી ઓછો અને બીજાના સુખે દુઃખી વધારે દેખાય છે. હર એક વ્યક્તિની અંદર કંઇક ને કંઇક ખામી રહેલી છે. ઈશ્વરે કોઈને પરિપૂર્ણ બનાવ્યો નથી. તો પણ આજના યુગમાં વ્યક્તિ કઈ વાતનું ઘમંડ કરે છે તે ખબર પડતી નથી. માનવી પોતાનો મોટા ભાગનો સમય બીજાની વાતો એટલે કે પારકી પંચાયતમાં કાઢતો હોય છે. પોતે શુ કરે છે તેના કરતાં બીજા શુ કરે છે તેની ચિંતા વધુ કરતો હોય છે. અમુક વ્યક્તિ તો પોતાનું સમગ્ર જીવન આમાં પસાર કરી નાખતા હોય છે. પોતાની પાસે સારું હોવા છતાં બીજાનું સારું જોઈ પોતે પોતાનો આનંદ લઇ શકતો નથી અને પોતાના પગ પર જ કુલ્હાડી મારી અને જાતે દુઃખી થતો હોય છે.
હમેંશા પોતાની સરખામણી બીજા સાથે કરી પોતાને નીચો માની અને દુઃખી થાય છે. અમુક સાથે વસ્તુ, તો અમુક સાથે જ્ઞાન, તો અમુક સાથે પોતાના વૈભવની સરખામણી કરતો દેખાય છે, આમજ પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખે છે. દુઃખી થવાના કારણમાંનું આ એક મુખ્ય કારણ હોય છે. આનું નિરાકરણ એ વ્યક્તિના પોતાના હાથમાં રહેલું હોય છે. એટલે હમેશા પોતાની પાસે જેટલું પણ છે તેનાથી સંતુષ્ટ રહો કોઈના જેવું દેખાવાની કોશિશ ના કરો અને કોઈની પણ સાથે પોતાની સરખામણી કરવાનું ત્યજી દો. પોતાની સરખામણી પોતાની જાત સાથે કરો અને પોતાને શ્રેષ્ઠ બનાવાનો પ્રયત્ન કરો. પોતાનાથી ખુશ રહો પોતે જે પણ કંઈ કરો છો તેનાથી ખુશ રહો, પોતાની જાતને હમેશા ચાહતા રહો અને હંમેશા પોતાના આનંદમાં રહો. .
