Pratik Dangodara

Inspirational

4.0  

Pratik Dangodara

Inspirational

જવાબદારીનો બોજ

જવાબદારીનો બોજ

2 mins
202


દોસ્તો, આપણે સૌ જાણીએ જ છીએ, કે સૌ કોઈની પોતાની અલગ દુનિયા હોય છે અને બધા પોતપોતાની આ અલગ દુનિયામાં પોતે આનંદનો ખજાનો શોધતા હોય છે. પણ એક વાસ્તવિક વાત એ પણ છે કે આ બધાની વચ્ચે સૌ કોઈને પોતાનો અલગ બોજ હોય છે, જેને આપણે જવાબદારીનો બોજ કહીએ છે. આ એકવીસમી સદીમાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક બોજ સાથે સંકળાયેલ લાગે છે.

પોતાના સમગ્ર જીવન દરમિયાન તે આ બોજ સાથે લઈને ફરતો લાગે છે. જાણે કે શાંતિ એટલે શું એમને ખબર જ ન હોય. પોતાનું જીવન ખુશખુશાલ રીતે પસાર કરવાને બદલે આ પોતાની જવાબદારીમાં જ પૂર્ણ કરતો હોય એવું લાગે છે. આ બધાની વચ્ચે જો વ્યક્તિને પૂરતું માન, મર્યાદા અને પ્રેમ મળે તો તો કોઈ સમસ્યા નથી, જો આ મળે તો તેને આ જવાબદારીનો બોજ હળવો લાગે છે. પણ આ સદીમાં આ મળવું ખૂબ મુશ્કેલ લાગે છે. વ્યક્તિને પ્રેમની લાગણી અનુભવાતી નથી એટલે તેનો બોજ વધી જાય છે. છતાં મહત્વની વાત એ છે કે વ્યક્તિ પોતે આ બોજ સાથે પણ જીવન જીવે છે. હકીકતમાં જો કોઈ વ્યક્તિને પ્રેમ આપવામાં આવે તો તેને કોઈ પણ પ્રકારના બોજનો અનુભવ થતો નથી. તેના માથા પર આ બોજ હોવા છતાં તેને શાંતિ મળે છે. એટલા માટે આપણે સૌ સાથે રહીએ હસતા રહીએ અને સૌને પ્રેમ કરતા રહેવું જોઈએ.

આજના આ યુગમાં જેને જેવું માન સન્માન આપવા યોગ્ય હોય એવું જો તેને મળે તો વ્યક્તિને પોતાના કામ કરવા પ્રત્યે વધારે લગાવ લાગે છે અને એ કામનો એને બોજ લાગતો નથી. માટે સૌને હસાવતા રહીએ અને એકબીજાને પ્રેમ કરતા રહીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational