MITA PATHAK

Inspirational Others

4.0  

MITA PATHAK

Inspirational Others

સમય નો ખેલ

સમય નો ખેલ

2 mins
260


જાગૃતિબેન રસ્તે આવતા જતા સૌને ઓટલે બેસાડીને લોકોની વાતો કરતા જાય, અને પોતે પોતના ધંધાનું કામ પણ કરે છે. ગીતાબેન બેસો થોડીવાર જવાય છે કરી, અલમલખની વાતો કરે. ગામ કે આજુબાજુના ગામમાં પણ શું ચાલી રહ્યું છે. તેની બધી જ ખબર જાગૃતિબેન હોય. કોના ઘરે કોણ આયું, ને ગયું ? થી માંડીને બધી ખબર હોય. કોઈની દીકરી હોય કે કોઇનો દિકરો તેને ઉઘાડા પાડીને રાખે, વાત સત્ય હોય કે અસત્ય પછી તે પણ જોવે ના. તમને ખબર છે ? ફલાણાની દીકરી તો આવી નીકળી. બિચારા મા બાપ તો આગળપાછળ ફરતા બોલો ! તોય ફલાણાનો દિકરો ભણવામાં સેજ ધ્યાન નથી રાખતો. આખો દિવસ ભટક્યા કરે છે. આમ જે પણ આવનાર લાગતા વળગતાને તેમની પાસે બેસાડીને વાતો કરે છે.

સીતા, ગીતા હોય કે મહેશભાઈ કે રમણલાલ,બધાને એકબીજાની ખોદની, ટીકા કે નિંદા કરવામાં પાછા ન પડે. કોઈની પણ દીકરીને કોઇ હોય કે દિકરો હોય તેના ચરિત્ર પર કીચડ ઉછળ્યા વગર રહે નહી. અને એટલું ઓછું હોય તો તેમ છોકરા અને છોકરીઓને મેળાપ તે જ કરી આપે. ફલાણો તને પસંદ કરે છે.તારી ઇચ્છા હોય તો કહે જે...આમ પોતે પણ છોકરા છોકરીઓને ખરાબ પગલાં ભરવા મદદ કરતા.

પણ કહેવાય છે !ને કર્મના લેખા જોખા અહીં જ ભોગવવા છે.પછી તેને સમય નો ખેલ સમજો તોય ખોટું નથી.

ગીતાબેનની એકની એક દીકરી વેવિશાળ બે કે ત્રણવાર તુટી ગયા, અને સમાજ અને ગામમાં હોંકારો થઈ ગયો. લોકો અંદરો અંદર એમ પણ કહી દેતા કે કોઈનું ભલુ કરીયું હોય તો આપણું ભલુ થાય. લોકોનું હીત ઈચ્છીયું હોત તો આજે આ વારો પણ ન આવત.છતા ગીતાબેનમાં કોઈ સુધારો નહી. તેમની દીકરીને પરણાવીતો ખરી પણ, દીકરીનો વર બહું શંકાશીલ સ્વભાવનો નીકળ્યા. ઘરની બારી પાસે પણ ઊભી રહેવાની મનાઈ કરી દેતો .દિવસો જતા દીકરીને માતાપિતાના ઘરે પણ ન આવવા દેતો. અને રોજ ઝઘડા ને માનસિક ત્રાસ આપતો હતો.આને કારણે દીકરીના ઘરે સંતાન પણ મંદબુદ્ધિનું આવ્યું. અંતે દીકરી ઘરે આવીને બેસી.આ બધો સમય નો ખેલ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational