સ્મૃતિ
સ્મૃતિ
ઓફિસેથી જલ્દી ઘરે આવી, પત્ની બાળકોની સાથે ખરીદી કરી, નવા વસ્ત્રો પહેરી, રીક્ષામાં પોતે જીતી લાવેલ શિલ્ડને સંભાળીને ફોટો સ્ટુડિયો સુધી ઊંચકી લઇ જઈ આખરે આ પારિવારીક તસ્વીર ખેંચાયી હતી !
જૂની આલ્બમની આ જૂની તસ્વીરે ફક્ત એક જ સ્મૃતિ નહીં એની સાથે વણાયેલી અગણિત યાદોને આંખોની સામે જીવંત કરી દીધી !
"દાદા સ્માઈલ...." નાનકડો પૌત્ર દૂરથીજ એમને સેલ્ફીમાં સમાવી દોડી ગયો. હવે આ સેલ્ફી આજની હજારો તસ્વીરો સમી 'ક્લિક', 'અપલોડ' અને છેવટે 'ડીલીટ' થશે ફક્ત ગેલેરીમાંથીજ નહીં સ્મૃતિમાંથી પણ હંમેશ માટે.
