સમર્પિત
સમર્પિત
નીરુને કોઈ એકવાર પણ મળે તો નીરુ સામેવાળાનું હૃદય જીતી લે, સ્વભાવે શાંત અને સમર્પણની દેવી. જેમ દૂધ સાકરમાં ભળી જાય એમ નીરુ પણ સૌ કોઈમાં ભળી જતી.
પિયરમાં તો મમ્મી પપ્પાની લાડલી નીરુ હતી જ, પરંતુ સાસરિયામાં પણ નીરુએ પોતાનું એ સ્થાન બનાવી રાખ્યું હતું. આજે નીરુનાં લગ્નને એક વર્ષ પૂર્ણ થવાનું હતું. કાલે તેની જ પાર્ટી હતી તેની જ તૈયારી ચાલી રહી હતી. એક વર્ષમાં તો એ ત્યાં પણ લાડલી દીકરી જ બની ગઈ હતી. તેનાં સાસુ-સસરાનો તો નીરુમાં જીવ સમાયેલો હતો. પરિવારને ખુશ કરવાનો એક પણ અવસર નીરુ છોડતી નહીં. પૂરેપૂરી પરિવારને સમર્પિત હતી.
સવાર ઊઠતાંની સાથે જ નીરુનું કામ ચાલુ થ
ઈ જતું, સવારે ઊઠીને નાહી-ધોઈને સૌ-પ્રથમ ઈશ્વરનું સ્મરણ કરતી. ત્યારબાદ તેનાં સાસુ અને સસરાની ચા અને પછી તો નીરુનું આખું રસોડું રસોઈની સોડમથી ધમધમી ઊઠતું. હરકોઈ નીરુની રસોઈ વખાણતું, નીરુ સાક્ષાત અન્નપૂર્ણા જ હતી.
"પરિવારની ખુશી સાથે નીરુ ખુશ થતી,
પરિવારનાં દુઃખ સાથે નીરુ દુઃખી થતી."
સૌ-કોઈની પસંદ-નાપસંદની ધ્યાન નીરુ રાખતી. તે પછી કોઈ વાનગી હોય કે વસ્તુ. સૌ-કોઈની ફરમાઈશો પૂરી કરતી, ત્યારે તો નીરુનાં સાસુમાં કહેતાં, " તું તો આ પરિવારનો પ્રાણ છે, તારા થકી તો આ પરિવાર ચાલે છે. તું મારી દીકરીથી પણ વિશેષ છે, તું આ ઘરની લક્ષ્મી અને અન્નપૂર્ણા બંન્ને !"