SAMESH BHABHOR

Fantasy Inspirational

4.3  

SAMESH BHABHOR

Fantasy Inspirational

બારી

બારી

2 mins
251


હજુ પણ પન્ના બારીમાંથી તાકીને જોઈ રહી હતી, દૂર-દૂર સુધી વસંતનો પડછાયો ઝાંખો-ઝાંખો દેખાતો હતો. પન્નાનું દુઃખ તેનાં આંસુઓ જ વ્યક્ત કરતાં હતાં.

કોઈપણ માણસનાં જીવનમાં કોઈક એવો સમય તો આવે જ કે જે તમને ભરશિયાળે પણ દઝાડી મૂકે. એવાં દઝાડી મૂકે કે પછી કદી ક્યાંય તમે પીગળી જ ન શકો ! પન્નાનાં જીવનમાં પણ આવો જ સમય આવ્યો સાવ જ અણધાર્યો. આ સમયે તેનાં જીવનનાં તમામ રંગો છીનવી લીધાં હવે તો માત્ર ને માત્ર ઉદાસી જ બચી હતી.

એક વર્ષ બાદ માંડ વસંત બે મહિનાની રજામાં આવ્યો હતો. જેટલો વસંત તેનાં પરિવારનું અભિમાન હતો, તેટલું અભિમાન દેશને પણ હતું હોય જ, કેમ ના હોય નહિ વસંતે દેશ માટે પોતાનાં તન, મન અને ધનનું બલિદાન આપ્યું હતું. આવા વ્યક્તિ જ તો દેશનાં ખરાં સ્વાતંત્ર્ય સેનાની કહેવાય છે.

 રજાનાં આઠ દિવસ થયાં ત્યાં તો વસંત માટે સંદેશો આવ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે રકઝક ચાલી રહી છે અને લડાઈનાં એંધાણ છે એટલે જેટલું જલ્દી બની શકે એટલું સૈનિકો તમને લેવા આવશે. કદાચ તો કાલ સવારે જ આવશે. પન્ના બાજુમાં જ ઊભી હતી વસંતનાં ફોન મૂકતાની સાથે જ પૂછયું શું થયું ? હું જે કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળજે કાલ સવારે જ મારે મારી ફરજ પર પાછું વળવું પડશે.

 પન્નાને હજુ તો વસંતે પૂરી વાત પણ ન કરી ત્યાં તો બધું જ સમજી ગઈ અને બોલી ઊઠી, જાવ તમે તમારી ફરજ નિભાવો. દેશ માટે જીવ પણ કુર્બાન છે. કાલે સવારે જ મારે જવું પડશે. 

સવાર પડતાં જ ગાડી વસંતને લેવા આવી પન્નાએ વસંતને તિલક કરીને વિદાય આપી. તે અંદરનાં ઓરડાની બારીમાંથી તાકી રહી હતી જ્યાં સુધી વસંતનો પડછાયો દેખાવાનું બંધ ન થયો. પન્નાને પણ ક્યાં ખબર હતી કે, તેનાં એ છેલ્લાં શબ્દો સાચ્ચાં પડશે. અચાનક જ ફોન રણકયો અને સામેથી અવાજ આવે છે મેજર વસંત શહીદ થઈ ગયાં. વસંતનું પાર્થિવ શરીર પણ પન્ના એ ઓરડાની બારી પરથી જ તાકી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy