SAMESH BHABHOR

Romance Others

4.4  

SAMESH BHABHOR

Romance Others

કાનાનો પત્ર

કાનાનો પત્ર

3 mins
233


રાધાનગરી

અ-૩૬ અવિશ્વાસ નગરી,  

પ્રેમનગર પાસે, 

પત્ર માર્ગ , હ્રદય નગર.

તા: 30, જુલાઈ ૨૦૨૨

કૃષ્ણદેવ 

લાગણી નગર,

યાદ માર્ગ,

કલ્પના લોક.

પ્રિય,

સમય સાથે તમે પણ બદલાઇ જશો એવી ખબર ન હતી મને, 

     પ્રથમ વખત એવું બનશે કે, તારા જન્મદિવસે આપણે સાથે ન હોઈશુ. રાત્રે ૧૨નાં ટકોરે જ હું તને શુભેચ્છા પાઠવી દેતો. મારી લાગણીઓનો વરસાદ એવો તો વરસતો કે તું પૂરેપુરી ભીંજાય જતી. એ લાગણીઓની ભીનાશ હજુ પણ મારી આંખોમાંથી વહે છે. આજે તને શુભેચ્છા પાઠવવા જ પત્ર લખી રહ્યો છું. ખબર છે આ પત્રનો કોઈ વળતો પ્રત્યુત્તર નથી મળવાનો તો પણ લખી રહ્યો છું. તારાં દરેક જન્મદિવસે આપણે સાથે જ રહ્યાં છીએ અને અનેક યાદગાર ક્ષણો સમેટી છે, એવી યાદો જે ક્યારેય પણ આપણાં બંન્નેનાં હૃદયમાંથી નહિ વિસરાય.

ચાલ છોડ આ બધી વાતો, સૌ પ્રથમ તો તને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ, ઈશ્વર તારી બધી જ મનોકામના પૂર્ણ કરે. દીર્ઘ આયુષ્ય અર્પે મારી ઉંમર પણ તને લાગી જાય. તને જીવનની દરેક ખુશીઓ મળે અને તને લેશમાત્ર પણ દુઃખ ન આવે, મારી ખુશીઓ પણ તને મળે. તને ખૂબ સફળતાં મળે અને તું જીવનમાં ખૂબ સિદ્ધિ સાધે. તારું જીવન પુષ્પોની જેમ ખીલી અને મહેકી ઊઠે. લગ્નજીવન સુખમય રહે જીવનભર.

 કેટલાં મજાનાં હતાં એ આપણાં પ્રેમનાં પાંચ વર્ષ અને અન્ય દિવસો અનેક સ્વપ્નો આપણે નયનોમાં જીવંત કર્યાં હતાં.

 આજે પણ હું તને એટલો જ પ્રેમ કરું છું, જ્યારે પણ પ્રેમનું નામ આવે ત્યારે મારાં નયન સમક્ષ તારો જ ચહેરો અંકિત થઈ જાય છે. આજે પણ બસમાં જતો હોવ છું ત્યારે બાજુની સીટ ખાલી જોઈને મને તારી યાદ આવી જાય છે. આ રીતે આપણે પણ જતાં, તું મારો હાથ પકડી રાખતી અને કહેતી ક્યારેય પણ આ હાથ અને સાથ નહીં છોડું. પરંતુ આજે આ બધું સ્વપ્ન જ છે, તું માત્ર ને માત્ર મારી કલ્પનામાં જ છે. 

તને પણ એ પળો યાદ આવી ગઈ હશે અને તું પણ રડતી હશે. 

 કદાચ તું પણ મને હવે ભૂલી ગઈ હશે, તને બીજુ પાત્ર મળી ગયુ છે.

"ભૂલી તો વસ્તુને જવાય તું તો મારો જીવ છે, તને તો કઈ રીતે ભૂલી શકાય !"

આ તારા શબ્દો મારા હૃદયને હંમેશાં સ્પર્શી જતાં આજે પણ આ વાક્ય મને યાદ આવે છે ત્યારે મારાં આંસુઓ રોકાતાં નથી. આ વાક્ય વાંચીને તારી આંખમાં પણ એક પળ માટે તો આંસુ આવી જ ગયાં હશે. અલગ તો તું પણ થવા ન માંગતો હતો અને હું પણ પરંતુ દિવસે ને દિવસે આપણાં વચ્ચે અંતર આવતું ગયું અને અંતે સંબંધ પણ ટૂટી ગયો. કારણ કે હવે મને મારાં પ્રેમનાં પૂરાવા આપવાની હિંમત મારામાં ન રહી હતી, પ્રેમ હોઈ ત્યાં પૂરાવા તો ન જ આવવાં જોઈએ. આ તો મારું માનવું છે. ખુશ તો હું પણ ન હતો તારાથી અલગ થઈને અને તું પણ ખુશ તો નહિ જ હોય. કારણ કે સમય સાથે બધું જ બદલાઈ જાય છે, માત્ર નથી બદલાતી તો લાગણીઓ. તારી યાદોનો વાયરો એવો ચાલે છે કે લાખોની ભીડ વચ્ચે પણ હું પોતાને એકલી મહેસૂસ કરું છું.

 હું ભૂલે-ચૂકે મસ્તીમાં પણ સંબંધ તોડવાની વાત કરતી તો, ત્યારે તું એમ કહેતો તું સંબંધને તોડવાની અને ભૂલવાની વાત ન કર. જ્યાં સુધી છીએ ત્યાં સુધી સંબંધ રહેવા દે.

  મને તારાં આ શબ્દ ખૂબ જ રડાવે છે,

જ્યારથી તને જોઈ ત્યારથી તને મેં મારી દુનિયા માની લીધી હતી. ત્યારથી જ તારાં સાથે સાત જન્મ તો નહીં પણ આ એક જન્મ તારા સાથે જીવનભર સાથે રહીશ તેવી પ્રાર્થનાઓ કરી લીધી છે. આજે બધુ સાવ બદલાઈ ગયું છે જેની તે અને મેં ક્યારેય પણ કલ્પના પણ નહોતી કરી. 

ખૂબ ખૂબ આભાર 

  લિ.

જલ્સ....


Rate this content
Log in

Similar gujarati story from Romance