STORYMIRROR

Meghal upadhyay

Tragedy

3  

Meghal upadhyay

Tragedy

સમજુ દીકરી

સમજુ દીકરી

3 mins
106

રચના દસમા ધોરણમાં હોસ્ટેલમાં રહી ભણતી હતી તેની મમ્મી રત્ના નોકરી કરતી હોવાથી હોસ્ટેલમાં વાલી મીટીંગનો જ્યારે દિવસ હોય તે દિવસ આવતી. રત્ના જ્યારે આવતી ત્યારે રચના અને તેની બહેનપણી​ઓ માટે નાસ્તો, કપડાં, કટલેરી જેવી કેટલીય વસ્તુઓ લાવતી એ વસ્તુઓ​ જોઈ બધી છોકરીઓ બહુ ખુશ થતી પણ રચના ક્યારેય ખુશ ના થતી તે કાયમ રત્નાને એમ જ કહેતી કે "મમ્મી મારે આ કંઈ નથી જોઈતું પણ મારે તારી સાથે રહેવું છે." આ સાંભળી રત્ના કહેતી કે " બેટા આપણું તો કોઈ આ શહેરમાં છે નહીં તારા પપ્પા પણ મને છોડી વિદેશ જતાં રહ્યાં છે અને મારી 

નોકરી જ્યાં છે અને જ્યાં રહું છું ત્યાં તારાથી ના અવાય થોડાં સમય પછી​ હું બીજે રહેવા જઈશ પછી તને ચોક્કસ મારી પાસે જ રાખીશ." દર વખતે તે રચનાને આમ કહીને સમજાવી દેતી.

    એ વર્ષે રચનાને​ દિવાળીની રજાઓ પડી હતી. બધી છોકરીઓને​ એમના વાલીઓ આવીને ઘરે તેડી ગયેલાં.આ વર્ષે તો રચનાએ નક્કી જ કર્યું હતું કે ગમે તે થાય હું મમ્મી જોડે જ દિવાળી મનાવીશ. ત્યાં જ રત્ના દિવાળીના કપડાં અને બીજી બધી વસ્તુઓ લઈને આવી. રત્ના રજાઓમાં હોસ્ટેલ સંચાલિકાને થોડા પૈસા અને બહુ બધી વસ્તુઓ આપતી જેથી તે રચનાને રજાઓમાં પણ હોસ્ટેલમાં રહેવા દેતા. રત્ના જ્યારે પાછી જઈ રહી હતી ત્યાં રચનાએ તેની જોડે જવાની જીદ કરી એ કહે કે કાં તો હું તારી જોડે આવીશ કાં હું તને અહીંથી​ જવા નહીં દવ.

      આખરે રત્નાએ રડતાં રડતાં કહ્યું કે બેટા આજે હું તને કહું છું હું શું કામ તને મારી જોડે નથી લઈ જતી, પછી તું મને જેવી માને તેવી પણ તને સાચું જ કહીશ,સાંભળ " હું ગામડે મારા પરિવાર સાથે રહેતી હતી પણ મને શહેરમાં રહેવાની બહુ જ ઈચ્છા પણ કોણ મને શહેરમાં લઈ જાય? હું લગભગ ત્યારે તારી ઉંમરની જ હોઈશ ત્યારે અમારા ગામડે એક શહેરી જુવાન આવ્યો મને તો પહેલેથી જ શહેરનું આકર્ષણ, તેમાં હું તેને દિલ દઈ બેઠી અને એક દિવસ તેની જોડે શહેરમાં આવી ગઈ શહેરમાં પગ મૂકતાં જ મને તો હું સ્વર્ગમાં​ આવી ગઈ હોવ તેવું લાગ્યું થોડા દિવસ તો અમે બંને

ખૂબ હર્યા ફર્યા પણ પછી એક દિવસ એ મને એક જગ્યાએ લઈ ગયો અને કહ્યું કે તું અહીં બે ચાર દિવસ રહે પછી તને લઈ જઈશ અને એ ત્યાથી જતો રહ્યો એના ગયા પછી મને ખબર પડી કે એ તો મને એક બદનામ વિસ્તારમાં વેચી ચાલ્યો ગયો હતો અને ત્યાંના દલાલ અને એ વિસ્તાર જે સંભાળતી​ તે મને મારી મારીને ભૂખ્યા પૂરૂષોની જરૂરિયાત પૂરી કરાવતા,શહેર મારી માટે અજાણ્યું હોવાથી તેને તાબે થયા વિના છૂટકો નહોતો. આ દરમિયાન મારી કોઈ બેદરકારીને કારણે તારો જીવ મારા પેટમાં પાંગરવા લાગ્યો. બધાએ મને ગભૅપાત કરાવી નાખવા કહ્યું પણ હું એક જીવને 

મારવા નહોતી માંગતી એટલે તને જન્મ આપ્યો. મારે તને એ કીચડમાં નહોતી ઉછેરવી એટલે તું થોડી મોટી થઈ ત્યાં જ તને સંસ્થામાં મૂકી અને ભણવાની ઉંમર​ થતાં જ હોસ્ટેલમાં મૂકી. હું કંઈ ભણેલી તો હતી નહીં કે મને ક્યાંય નોકરી મળે તું સારી રીતે ભણી શકે અને રહી શકે એ માટે હું હજુ આ ગંદુ કામ જ કરૂં છું".

   આ બધું સાંભળતા જ રચના રત્ના નેં ભેટી ધ્રુસકે ધ્રુસકે રડતાં રડતાં બોલી કે " મમ્મી આ જ સુધી હું તને પ્રેમ જ કરતી પણ હવે તારી પૂજા કરૂં છું તું મારા માટે કેટલું વેઠે છે. આજથી હું નક્કી કરૂં છું કે હું એટલું ભણીશ કે મને ખૂબ સારી નોકરી મળે પછી આપણે બંને આરામથી​ સાથે રહીશું".

    આ સાંભળી રત્નાની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં અને આજે તેને દીકરીને પોતાની જીવન કહાની કોઈને વચ્ચે રાખ્યા વિના પોતે જ સીધી વાત રચનાને કરી હોવાથી મનનો બોજ હળવો થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy