purvi patel pk

Tragedy Thriller

4  

purvi patel pk

Tragedy Thriller

સજા-એ

સજા-એ

1 min
14


ક્યારેક સાથે એક કપ ચા, તો ક્યારેક ઘર બહાર એક લટાર, તો કદી દેવ દર્શને જવું, તો ક્યારેક સાથે બેસીને સંગીત સાંભળવા મળે... વધુ તો કંઈ નહીં બસ, ખુશીની આટલી અપેક્ષા.

"તારી અપેક્ષાઓનો તો પાર નથી. આટ આટલી સુવિધાઓ હોવા છતાં તું કાયમ અધૂરીની અધૂરી જ... સોના-ચાંદીએ મઢી દીધી છતાં, તને ફરિયાદ જ હોય ! કોણ જાણે કાગળિયામાં શું ચીતર્યા કરે છે ?"

હવેલીમાં તેજસનો અવાજ પડઘાયો. એ અવાજ કાતિલ કરવતની જેમ તેના હૃદયને ચીરીને નીકળી ગયો.

ડાયરી લખતી મનસ્વીની પેન્સિલની અણી બટકી ગઈ. મોતની સજા ફટકાર્યા બાદ જેમ જજ સાહેબ કલમ બટકાવે તેમ !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy